કેન્સરમાં પણ ગુજરાત સૌથી આગળ!

2017થી 2018ની વચ્ચે કોમન કેન્સર જેમાં, ઓરલ કેન્સર, સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર શામેલ છે, તેના કેસોમાં 324 ટકા વધી ગયા છે. આ જાણકારી નેશનલ હેલ્થ પ્રોફાઈલ 2019ના ડેટામાં સામે આવી છે.

આ કેસો રાજ્યોના એનટીડીસી (નોન કમ્યુનિકેબલ ડિસીઝ) ક્લિનિક્સમાં નોંધવામાં આવ્યા છે. 2018માં 6.5 કરોડ આ ક્લિનિક્સમાં સ્ક્રીનિંગ માટે પહોંચ્યા જેમાં 1.6 લાખ લોકોને કેન્સર નીકળ્યાં જ્યારે 2017માં આ કેસોના 39,635 કેસો જ ડિટેક્ટ થયા હતા. જોકે,એનટીડીસી ક્લિનિક્સમાં 2017થી 2018 સુધી પહોંચનારાઓની સંખ્યા પણ ડબલ થઈ. પહેલા આ સંખ્યા 3.5 કરોડ હતી જે વધીને 6.6 કરોડ સુધી પહોંચી ગઈ છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે, બીમારીના વધવાનું કારણ બદલાતી લાઈફસ્ટાઈલ છે, જેમાં સ્ટ્રેસ, ખાણી-પીણી સાથે જોડાયેલી આદતો, તમ્બાકુ અને દારૂનું સેવન શામેલ છે. 2018માં સૌથી વધુ કેન્સરના કેસ ગુજરાતમાં મળ્યા ત્યારબાદ કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં નોંધવામાં આવ્યા.
ઉદાહરણ તરીકે ગુજરાતમાં 3939 કોમન કેન્સરના કેસીસ હતા જે 2018 સુધીમાં વધીને 72,169 સુધી પહોંચી ગયા. આનો મતલબ કે, 68,230 નવા કેસો નોંધાયા.

અહીં સુધી કે, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો કે જ્યાં ડાયગ્નોસની સંખ્યા ઘણી ઓછી હતી ત્યાં પણ 2018માં ઘણો ઉછાળો જોવા મળ્યો છે.

એક્શન કેન્સર હોસ્પિટલના સીનિયર ક્ધસલ્ટન્ટ

ઑન્કોલોજિસ્ટ ડોક્ટર હરપ્રીત સિંહ કહે છે કે, ઓરલ કેન્સર માટે સૌથી વધુ તમ્બાકુ પ્રોડક્ટ્સ જવાબદાર છે, ખાસ કરીને તેને દારૂ સાથે લેવામાં આવે તો તે રિસ્ક વધી જાય છે. આ ઉપરાંત બેઠાડું લાઈફસ્ટાઈલ અને વધતી મેદસ્વીતા પણ દરેક પ્રકારના કેન્સરને વધારી રહ્યાં છે. બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે ડોક્ટર્સ બ્રેસ્ટ ફિડિંગની સલાહ આપે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: