સાત વર્ષની આ બાળકી લોકોને સિગારેટ છોડાવવા ચલાવે છે અભિયાન, એ કઈક એવું કરે છે જેનાથી લોકો સિગારેટ છોડવા મજબુર પણ થાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે એક નાની ઢીંગલી કે જે હજી સાત વર્ષની છે જે સિગારેટ પીતા લોકોને સિગારેટ છોડાવવા માટે અભિયાન ચલાવી રહી છે.

આના અભિયાનમાં એવું છે કે સિગારેટ પીતા લોકો જોડે જઈને કહે છે કે ‘કાકા ચાર દિવસથી મેં સિગારેટના કશ નથી લીધા, બે-ત્રણ કશ મારવા દો ને…’ સાત વર્ષીય બાળકી જ્યારે આવું કહે છે ત્યારે પાનની દુકાને ઊભેલા ઘણા લોકોના હાથમાંથી સિગારેટ પડી જાય છે.પછી આવા લોકોને  એ બાળકી પોતાના વોટ્સએપ ગ્રૂપમાં એડ કરે છે અને શરૂ થાય છે,

‘ક્વિટ ટોબેકો કેમ્પેઇન.’ આ ગ્રુપમાં એ બાળકી સિગારેટ ના પીવાના ફાયદા અને પીવાના નુકસાન અંગે વાતો કરી લોકોને સિગારેટ છોડાવવા માટે પ્રેરણા આપે છે, તમને જાણીને નવાઈ લાગશે કે આ બાળકીએ અત્યાર સુધી ૫૦ લોકોને સિગારેટ પિતા બંધ કર્યા છે અને આ આંકડો જોવા જઈએ તો નાનો ના કહેવાય.

આ સમગ્ર ઘટના અંગે બાળકીને પૂછ્યું તો બાળકીએ કહ્યું હતું કે ‘મારા કાકાને સિગારેટના કારણે કેન્સર થયું હતું. તેમને ખબર હતી કે ધુમ્રપાન સ્વાસ્થ્યને નુકસાન કરે છે, છતાં તેઓ સિગારેટ પીતાં હતાં. મને એ નહોતું ગમતું.

મેં મારા પિતાને પૂછ્યું કે, લોકોને ખબર છે કે સિગારેટથી કેન્સર થાય છે? તેમણે કહ્યું: હા. મેં પૂછ્યું કે, તો લોકો કેમ સિગારેટ પીવે છે? તેમણે જવાબ આપ્યોકે ખબર નહીં. પછી મેં પૂછ્યું કે જો હું બધાને વાકેફ કરીશ તો તેઓ સિગારેટ નહીં પીવે? તો પિતાએ જવાબ આપ્યો કે, તારે લોકોને કહીને જોવું જોઈએ. એ પછી બાળકીએ આ અભિયાન ની શરૂઆત કરી હતી અને એના કહેવા પ્રમાણે જયારે પાનની દુકાને કોઈને સિગારેટ પીતા જોતી ત્યારે તેમની પાસે જઈને સિગારેટ માગતી.

પોતાની સામે નાની બાળકીને જોઈને કેટલાકના હાથમાંથી સિગારેટ પડી જતી. પછી એ તેમને કહેતી કે, સિગારેટ નહીં પીવી જોઈએ. એ લોકોને વોટ્સએપ ગ્રૂપમાં પણ એડ કરતી અને દરરોજ સિગારેટ છોડવા પ્રોત્સાહિત કરે એવા વીડિયો મોકલતી.

૭વર્ષની બાળકીએ વધુમાં કહ્યું હતું કે આ બધા થી પ્રેરાઈને કોઈ સિગારેટ છોડે તો મને ખુશી થાય છે. હવે હું ઘરે રહીને ભણું છું, જેથી આ કેમ્પેઇનમાં વધુ સમય આપી શકું.’

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: