ખાવાનું ખાધા પછી વરિયાળીનું સેવન કરવાથી થાય છે અનેક શ્રેષ્ઠ લાભ

વરિયાળી સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી માનવામાં આવે છે. માટે ઘણા લોકો ખાવાનું ખાધા પછી વરિયાળીનું સેવન કરતા હોય છે. વરિયાળી ખાવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે અને એ ફાયદા આ પ્રકારે છે.

વરિયાળી ખાવાથી જોડાયેલા ફાયદા :-

કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે :

વરિયાળી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર કાબુમાં રહે છે અને વરિયાળીને દિલ માટે ઘણું લાભદાયી માનવામાં આવે છે. જે લોકો રોજ ખાવાનું ખાધા પછી વરિયાળીનું સેવન કરે છે. એમના શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર યોગ્ય જળવાઈ રહે છે. માટે તમારે રોજ વરિયાળી ખાવી જોઈએ.

 

આંખોની રોશની સારી રહે છે :

વરિયાળીને આંખો માટે લાભદાયી માનવામાં આવે છે અને એ ખાવાથી આંખોની રોશની યોગ્ય બની રહે છે. આયુર્વેદ પ્રમાણે રોજ 5 ગ્રામ વરિયાળી ખાવી આંખો માટે ફાયદાકારક હોય છે અને એ ખાવાથી આંખો પર સારી અસર પડે છે.

લીવર માટે ફાયદાકારક :

વરિયાળીનું સેવન કરવાથી લીવર યોગ્ય રીતે કાર્ય કરે છે અને લીવરની રક્ષા ઘણા રોગોથી થાય છે. તમારે બસ થોડી વરિયાળીનું સેવન હલ્કા ગરમ પાણી સાથે કરવું.

પેટની બીમારીઓથી રાહત મળે :

અપચાની સમસ્યા, ગેસ, કબજિયાત અને પેટમાં દર્દ હોય તો વરિયાળીનું સેવન કરવું. વરિયાળી ખાવાથી પેટને લગતા ઘણા રોગોને ઠીક કરી શકાય છે અને એ ખાવાથી પેટને તરત જ આરામ મળી જાય છે.

કફ થાય દૂર :

કફ થયો હોય તો તમારે એક ગ્લાસ પાણી ગેસ પર ગરમ કરવા રાખી દેવું અને પછી એ પાણીમાં બે ચમચી વરિયાળી નાખી દેવી. એ પાણીને થોડી વાર ઉકળવા દેવું.જયારે એ પાણી સારી રીતે ઉકાળી જાય તો ગેસ બંદ કરી દેવો અને એ પાણીને ગાળી લેવું અને પછી એ પાણીનું સેવન કરવું. આ પાણી પીવાથી કફની સાથે સાથે ખાંસીની સમસ્યાથી છુટકારો મળી જશે.

શ્વાસ સંબંધિત બીમારીઓને કરે યોગ્ય :

વરિયાળી અને ગોળને એક સાથે ખાવાથી શ્વાસને લગતી બીમારીઓમાં રાહત મળી જાય છે. માટે જે લોકોને શ્વાસને લગતી બીમારીઓ છે એ લોકોએ વરિયાળી અને ગોળનું સેવન એક સાથે ખાવાનું શરુ કરી દેવું જોઈએ.

બાળકો માટે લાભદાયક :

ઘણીવાર નાના બાળકોને પેટમાં ગેસ બની જાય છે અને ગેસના કારણે એના પેટમાં દુખાવો થવા લાગતો હોય છે. બાળકોને ગેસ થવા પર તમારે એમને બે ચમચી વરિયાળીનું પાણી પીવા દેવું. વરિયાળીનું પાણી બનાવવા માટે તમારે ગરમ પાણીમાં થોડી વરિયાળી નાખી દેવી અને થોડી વાર એ પાણીને એમ જ રહેવા દેવું. પછી એ પાણીને ગાળી લેવું અને એ પાણીની બે ચમચી 3 વાર આપવી. એ પાણી પીવાથી બાળકોના પેટને આરામ મળશે.

પગની બળતરા થાય દૂર :

પગ અથવા હાથોમાં બળતરા થવા પર તમારે વરિયાળી અને ખાંડનું સેવન એક સાથે કરવું. વરિયાળી અને ખાંડને એકસાથે ખાવાથી બળતરા એકદમ દૂર થઇ જશે અને હાથો તથા પગની બળતરામાં રાહત મળી જશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: