આ દંપતી એ માત્ર દોઢ લાખના ખર્ચે  નકામી 26 હજાર પ્લાસ્ટિકની બોટલમાંથી 4 રૂમનું ઘર બનાવ્યું

દુનિયાભરમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધતું જ જાય છે. રોજબરોજની જિંદગીમાં આપણે અનેક એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ કે જે પ્લાસ્ટિકમાંથી બની છે અને જેને રિસાયકલ કરવું શક્ય નથી. આવી વસ્તુઓ પ્લાસ્ટિકના નકામા કચરાના ઢગલામાં વધારો કરે છે. ઉત્તરાખંડમાં એક કપલે પ્લાસ્ટિકના પ્રદૂષણએન ધ્યાનમાં રાખીને પહાડીઓ પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવેલા 4 રૂમનું ઘર બનાવ્યું છે.

નૈનિતાલ જિલ્લાના હરટોલા ગામમાં કપલે આ ઘર બનાવ્યું છે. દીપ્તિ શર્મા અને તેના પતિ અભિષેક વર્માએ બનાવેલ આ ઘર માટે 26 હજાર નકામી બોટલનો ઉપયોગ કર્યો છે. આ બોટલને એકસાથે બાંધીને કપલે તેમાંથી દીવાલ બનાવી છે, કપલે માત્ર પ્લાસ્ટિક જ નહીં પણ જૂનાં ટાયરનો પણ ઉપયોગ કર્યો છે. આ ઘર ઘણું વિશાળ છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કેમ ઘર બનાવવામાં કપલને માત્ર દોઢ લાખ રૂપિયાનો જ ખર્ચ આવ્યો છે. લોકોને પલાસ્ટીક પ્રત્યે જાગૃત કરવા માટે કપલે આ આઈડિયા વિચાર્યો હતો.

દીપ્તિએ કહ્યું કે, અમે પહાડોની ઘણી યાત્રા કરતા હતા દરેક વખતે નવી જગ્યાએ પ્લાસ્ટિકનો કચરો જોઈને ઉદાસ થઈ જતા હતા. આ એવોકચરો હોય છે કે, જેને આપણે રિસાયક્લિંગ કરી શકતા નથી. અમારું માનવું છે કે, પહાડો પર પ્લાસ્ટિકનો કચરો કરવો જોઈએ નહીં, અને જો કરો તો તેને પોતાની સાથે લઇ જવો જોઈએ. અમે આ કચરામાંથી જ ઘર બનાવવાનું નક્કી કર્યું.

અભિષેકે કહ્યું કે, ફેબ્રુઆરી, 2017,આ ઘર બનાવવાનું શરુ કર્યું હતું, જે કામ દોઢ વર્ષ સુધી ચાલ્યું. પહાડનું સૌંદર્ય જોઈને અમે નક્કીકર્યું હતું કે અમે નોઈડા કે ગાઝિયાબાદ નહીં પણ કોઈ પહાડ પર ઘર બનાવીશું. વર્ષ 2017માં અમે જમીન ખરીદી અને ત્યારબાદ અમારા સપનાનું ઘર બનાવવાનું ચાલુ કરી દીધું. દીપ્તિ અને અભિષેક દેશના અનેક લોકોને પોતાના આ અનોખા ઘરથી પ્રેરણા આપી રહ્યા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: