જો તમે જૂની કાર ખરીદતાં હોવ તો આટલું જરૂરથી તપાસજો

છેલ્લાં 10 મહિનાથી ઓટો સેક્ટરમાં મંદી ચાલી રહી છે. કાર કંપનીઓ મંદથી બચવા માટે ડિસ્કાઉન્ટ આપીરહી છે, જે આજ પહેલાં ક્યારેય આપ્યા નહોતાં. જોકે, મંદીની વચ્ચે જૂની કાર્સની ડિમાન્ડ વધી છે. એક રિપોર્ટ પ્રમાણે, ઓએલએક્સ પર જૂની કારની ખરીદી 20થી 30 વર્ષના યુવાનો કે યુવતીઓ કરે છે. આ લોકો પહેલી જ વાર કાર ખરીદે છે. આ સમયે દેશમાં જૂની કારનું માર્કેટ 44 લાખ યુનિટ્સનુ છે, જે 2023 સુધીમાં 66 લાખ યુનિટ્સ પર જશે. જોકે, જૂની કાર ખરીદવામાં અનેક જોખમ રહેલા છે. જો યોગ્ય જાણકારી ના હોય તો સસ્તી કાર મોંઘી પડી શકે છે. આથી જ અમે તમને જણાવીશુ, ખાસ ટિપ્સ જે તમને સેકન્ડ હેન્ડ કાર સહજતાથી ખરીદવામાં મદદ કરશે.

બજેટ ફિક્સ કરોઃ
સૌ પહેલાં તમે તમારુ બજેટ નક્કી કરો કે તમારે ક્યાં સુધીમાં કાર ખરીદવી છે. બજેટ એટલું રાખો જેથી તમારા પર બોજ ના પડે. જો લોન લઈને જૂની કાર ખરીદવાના હોવ તો લોન એટલી ના લેતા કે પછી હપ્તા મોંઘા પડે.

કાર ફાઈનલ કરોઃ
જૂની કાર લેતા પહેલાં તમારે નક્કી કરવુ પડશે કે કઈ કંપનીનું કયુ મોડલ લેવાનું છે. જો તમે કારનું મોડલ ને બજેટ નક્કી નહીં કરો તો તમે સતત મૂંઝવણ અનુભવશો. જો મોડલ ફાઈનલ હશે તો અડધું કામ તમારું થઈ ગયું.

સર્વિસ રેકોર્ડઃ
કારની સર્વિસ હિસ્ટ્રી કાર માલિક પાસેથી લો. જેનાથી ખ્યાલ આવશે કે કારની સર્વિસ તથા મેન્ટેઈનન્સ ક્યારે થયું છે અને કારમાં ક્યારેય કોઈ મોટો ખર્ચો થયો છે કે નહીં. સર્વિસ હિસ્ટ્રી પરથી ખ્યાલ આવશે કે એન્જીન ઓઈલ સમયસર બદલવામાં આવે છે કે નહીં. કારની હૂડ ખોલીને જોઈ લો કે લીકેજ તો નથી ને.

મિકેનિકને કાર બતાવોઃ
તમે જ્યારે પણ કાર જોવા જાવ ત્યારે પોતાનો મિકેનિક સાથે રાખો. કારને અંદર તથા બહાર તરફ સારી રીતે ચેક કરો. કારના તમામ પાર્ટ્સ, બોડી, પેઈન્ટિંગ, એન્જીન, દરવાજા, ડેકી, હુ઼ડ, લાઈટ તથા વિન્ડોની બારીકાઈથી તપાસ કરો.

આરસી બુક તપાસોઃ
કાર ખરીદતા સમયે આરસી બુક અચૂક જોવી. આરસી બુકમાં લખેલી ડેટ બોનટની નીચે ગાડીની મેન્યુફેક્ચર ડેટ સાથે મળતી આવે તે જરૂરી છે.

ટેસ્ટ ડ્રાઈવ કરોઃ
કોઈ પણ ગાડીને જ્યા સુધી તમે જાતે ચલાવીને નહીં જુઓ તો તમને કારની કન્ડિશનનો ખ્યાલ આવશે નહીં. આથી કાર ચલાવીને તેની પિક-અપ, ગિયર શિફ્ટિંગ, એક્સિલેરેટરનો ખ્યાલ આવશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: