જો તમે પણ આ સમયે દહીં ખાવ છો તો થઈ જાવ સાવધાન

ઘણાં લોકો દિવસમાં દહીં ખાતા હોય છે. જોકે, દહીં કયા સમયે ખવાય અને ક્યા સમયે નહીં, તે જાણવું જરૂરી છે. દહીં જો યોગ્ય સમયે ના ખાવામાં આવે તો ગંભીર પરિણામો ભોગવવા પડે છે. દહીં સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે. જોકે, ખોટા સમયે ખાવાથી બીમારીઓ થાય છે.

રાતના સમયે ભૂલથી પણ દહીં ના ખાવુંઃ
ખરી રીતે, રાતના સમયે દહીં ખાવું જોઈએ નહીં. રાતના સમયે દહીં ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ થાય છે. આ ઉપરાંત ખાટા દહીંને ગરમ કરીને ખાવું જોઈએ નહીં. કારણ કે દહીંને ગરમ કરવાથી ઝેરી રસાયણો બને છે, જે તબિયત માટે નુકસાનકારક છે. વસંતઋતુમાં પણ દહીં ખાવું જોઈએ નહીં.

શા માટે રાતે દહીં ના ખાવુંઃ
રાતે જમ્યા બાદ આપણે વધારે મહેનત કરતા નથી, જેથી ભોજન યોગ્ય રીતે પચતું નથી. આથી જ રાત્રે હળવું ભોજન કરવાની સલાહ આપવામાં આવી છે. દહીંનો ટેસ્ટ ખાટ્ટો છે અને આમ તે ગરમ છે, જે પચવામાં ભારે છે. આથી જ રાત્રે દહીં ખાવાની ના પાડવામાં આવી છે.

અનેક સાઈડ ઈફેક્ટઃ
દહીં પચે નહીં તો અનેક સાઈડ ઈફેક્ટ થતી જોવા મળે છે. જો દહીંનું યોગ્ય સેવન કરવામાં આવે તો ફેટ, તાકત તથા પાચન શક્તિમાં વધારો થાય છે. જો દહીં યોગ્ય રીતે લેવામાં ના આવે તો તમને ફેફસામાં ચેપ, શરદી-ખાંસી તથા સાંધા દુખવા લાગે છે. જો શરીરમાં ક્યાંય પણ સોજો હોય તો પણ દહીં લેવુ નહીં.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: