જીવન જીવવું કે વિતાવવું ?

જીવન એ મનુષ્યને આપેલી ભગવાનની મોટી ભેંટ છે. એ જીવન કેવું જીવવું? એ મનુષ્યના હાથમાં છે. પછી જીવન જીવવું કે વિતાવવું એ મનુષ્યના હાથમાં છે.

જીવન જીવવા માટે મનુષ્ય ખૂબ જ મથામણ કરે છે. મનુષ્યના મગજમાં જીવન જીવવા માટે કંઈ કેટલાય પ્રશ્નો ઉપસ્થિત થતા હશે ? પણ સાચી રીતે કેટલાં મનુષ્યો જીવન જીવી શક્યા ? એ મહત્ત્વનું છે. જીવન જીવવું અને જીવન વિતાવવું આ બન્ને વિપરીત સીચ્યુએશન છે. સંવેદના, સબંધો, જવાબદારી આ ત્રણ પરિબળો જીવન જીવવા માટે મહત્ત્વના છે.

મનુષ્યમાં સંવેદના ભરપૂર ભરેલી હોય છે. તેથી તેનામાં દયા અને કરૂણાના ભાવ જન્મે છે. આ ભાવનાત્મકતા સબંધો જોડવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માતા-પિતા, ભાઈ-બહેન, કાકા-કાકી, મામા-મામી અને ફઈ-ફુવા જેવાં સબંધો લાગણીઓના તારથી જોડાયેલા સબંધો છે. હવે વાત રહી જવાબદારીની, સબંધો સાચવવા કે સબંધો નિભાવવા એ મોટી જવાબદારી છે. મનુષ્ય માટે જવાબદારી નિભાવવી ખૂબજ અઘરી છે.

જવાબદારી નિભાવવામાં ને નિભાવવામા મનુષ્ય થાકી જાય છે. કમાવું, ઘર ચલાવવું, વ્યવહારો સાચવવા, સમાન ન્યાય આપવો અને સાંસારિક તમામ વ્યવસ્થાઓ સારી અને સાચી રીતે પાર પાડવા તેને કહેવાય જીવન જીવ્યા !

ઘણા મનુષ્યો દિશાવિહીન ચાલતા હોય છે. તેની પાસે કોઈ ચોક્કસ ગોલ નથી હોતો. આળસ, થાક, વિચારોની વિષમતા વગેરે તેનામાં ભરેલ હોય છે. આવા મનુષ્યો શુષ્ક હોય છે. બીજાનું પડાવી લેવું, બીજાનામા તરાપ મારી તેનામાં અવરોધક બનવું આ તેમની ઓળખ હોય છે.

સબંધો, સંવેદના અને જવાબદારી પ્રત્યે આવા મનુષ્યો તિરસ્કારપૂર્ણ જીવન જીવતા હોય છે. જીવનના સાચાં મૂલ્યોથી આવા મનુષ્યો અલિપ્ત હોય છે. પરિણામે કોઈપણ જાતના નિર્ણયો લેવામાં તેઓ અક્ષમ રહે છે. દિશાવિહીન તેમની જીવનશૈલીને કારણે તેઓ સમાજ માટે દ્યોતક સાબિત થાય છે.

સંઘર્ષમય જીવન જીવી સમાજ જીવનને યોગ્ય માર્ગ બતાવનાર મનુષ્યો સાચી રીતે જીવન જીવી જાણ્યા છે. નિરાશાવાદી તથા દિશા ભટકેલ મનુષ્યો તો ખાલી જીવન વિતાવી રહ્યા છે. ભટકેલ મનુષ્યોને યોગ્ય રસ્તો બતાવી સાચી દિશા બતાવનાર મનુષ્યો જીવનને સુગંધીત કરે છે.

-ભરત કોટડીયા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: