આ વસ્તુ નું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને શરીરની નબળાઈ દૂર થાય છે.

શરીરને સ્ફૂર્તિલું રાખવા માટે લોકો રોજ નવા-નવા નુસખા અજમાવી રહ્યા છે. ફળ, શાક અને દાળ જેવી વસ્તુઓ છે જે શરીરના પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ ઉપરાંત એવી ખાદ્ય વસ્તુઓ પણ છે જેનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને શરીરની નબળાઈ દૂર થાય છે. તો ચાલો આજે જાણો એવી વસ્તુઓ વિશે જેને રાત્રે પલાળી અને બીજા દિવસે ખાવાથી શરીરને અનેક લાભ થાય છે.

બદામ: રોજ સવારે રાત્રે પલાળેલી બદામ ખાવી જોઈએ. તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. તેનાથી મગજશક્તિ પણ સ્ટ્રોંગ થાય છે. આ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુનું જ સેવન રોજ કરવું. તમારા શરીરની તાસીર અનુસાર એક વસ્તુ પસંદ કરી તેનું સેવન કરવું તેનાથી લાભ થશે.

મગ: મગમાં પ્રોટીન, ફાયબર અને વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. સવારે ઊઠી અને મગ ખાવાથી લાભ થાય છે. હાઈ બીપીના દર્દીએ ખાસ તેનું સેવન કરવું જોઈએ.

કાળા ચણા: ફાયબર અને પ્રોટીનથી ભરપૂર ચણા સવારે ખાવાથી અનેક લાભ થાય છે. સપ્તાહમાં 3થી 4 વખત રોજ રાત્રે એક મુઠ્ઠી ચણા પલાળી અને તેનું સેવન કરવું. સવારે તેને ગોળ સાથે પણ ખાઈ શકાય છે.

અળસી: અળસી શરીરમાંથી કોલેસ્ટ્રોલને દૂર કરે છે. તે ઓમેગા 3થી ભરપૂર હોય છે. તેનાથી હૃદય સ્વસ્થ રહે છે. જોકે અળસીની તાસીર ગરમ હોય છે. તેથી તેનું સેવન સપ્તાહમાં બે વખત જ કરવું જોઈએ. અડધી ચમચી અળસીને રાત્રે પાણીમાં પલાળી અને રાખી દેવી. સવારે તેને પાણીમાંથી કાઢી અને ચાવીને ખાઈ લેવી.

ખસખસ: ખસખસ વિટામિન બીથી ભરપૂર હોય છે તે મેટાબોલિઝમને સ્ટ્રોંગ કરે છે. એક ચમચી ખસખસને પાણીમાં રાત્રે પલાળી દેવી. સવારે તેમાં 1 ચમચી મધ ઉમેરી તેનું સેવન કરવું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: