દિલીપ સંઘાણીએ પિતાજીનું દેહદાન કરીને સામાજિક દાયિત્‍વ નિભાવ્‍યું

અમરેલીને યાદકરતા દિલીપ સંઘાણીને એટલા માટે યાદ કરવા પડે છે કે તેઓ માત્ર સહકારી ક્ષેત્રના કાર્યકર્તા નથી પણ રચનાત્‍મક વિચારધારાથી પુલકિત સામાજિક કાર્યકર્તા પણ છે. અદના માણસથી આભે આંબેલા સુધીનાનો જીવંત સંપર્ક કેવી રીતે જાળવી શકાય તેની કેમેસ્‍ટ્રી તેની પાસેથી શીખવી પડે.

તાજેતરમાં તા.ર1/10ના રોજ તેમના પિતાજી સ્‍વ. નનુભાઈ સંઘાણીનું 94 વર્ષની વયે નિધન થયું. દિલીપભાઈએ તેમના પિતાજીનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો. એટલું જ નહીં તેની વિધિ પણ રાત્રે જ કરી કોઈની જીવનવ્‍યવસ્‍થાને કશી ક્ષતિ ન પહોંચે તેનો ખ્‍યાલ રાખ્‍યો. એટલું જ નહીં કોઈ શોક વ્‍યકત કરવાની વિધિનો પણ નિષેધ કરવામાં આવ્‍યો.

ભાવનગરથી બ્‍લડ બેન્‍કે અમરેલીની સંસ્‍થાઓ સાથે સંકલન કરીને બેસણાના દિવસે પ્રચાર પ્રસાર કરવા વિનંતી કરતા દિલીપભાઈ પોતાના પરિવાર તરફથી તે દિવસે બેઠક વ્‍યવસ્‍થા પણ ફાળવી સૌને અપીલ કરવામાં આવતા ત્‍યાં ઉપસ્‍થિત લોકો પૈકી 18 વ્‍યકિતઓએ દેહદાન કરવાનો પોતાનો સંકલ્‍પ જાહેર કર્યો. દિલીપભાઈ સંઘાણીનું પરિવાર આજે પણ એક સંયુકત કુટુંબમાં રહે છે.

પાંચ ભાઈઓના વિશાળ વડલા જેવા કુટુંબમાં આજે પણ તેઓ બધા એક જ રસોડે જમે છે. આ અંગેની વાત કરતા દિલીપભાઈ કહે છે કે મારા માતુશ્રી સ્‍વ. શાંતાબાની જયાં સુધી હાજરી હતી ત્‍યાં સુધીકૌટુંબિક નેતૃત્‍વ તેઓ સંભાળતા હતા.

તેમના તા.4/4/19ના અવસાન પછી આ જવાબદારી મારા માતૃસ્‍વરૂપા પૂ. ભાભી સંભાળી રહયા છે. માતુશ્રી ધાર્મિક પ્રવૃતિઓ સતત કરતા રહેતા તેઓએ એક વખત અઢીસો શુઘ્‍ધ ઘીના ડબ્‍બા વપરાય તેવો એક મોટો યજ્ઞ પણ કરાવેલો એટલું જ નહીં રામ કથા, ભાગવત, દેવી ભાગવત સહિતના પારાયણ તેમણે પોતાની હાજરીમાં સંપન્‍ન કરાવેલા આ ભાવના આજે પણ અમારા સૌમાં ટકી રહી છે.

સ્‍વ.ને નમન. દિલીપ સંઘાણીની રાજકીય કારકિર્દીમાં અનેક તડકા છાંયા આવ્‍યા પરંતુ તેઓ આજે પણ અમરેલી જિલ્‍લા સહિતના લોકોમાં હૃદયસ્‍થ છે. અત્રે યાદ રહે કે દિલીપ સંઘાણી જયારે સાંસદ હતા ત્‍યારે દિલ્‍હીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી તેમના નિવાસસ્‍થાને સાથે રહેતા હતા.

– તખુભાઈ સાંડસુર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: