બાળકો માટે આજે જ બનાવો 5 મિનિટ માં હેલ્ધી કોર્ન ચાટ

ખાવાની જો વાત કરવામાં આવે તો બધાનેજ કંઈક અલગ ખાવાનું મન થતું હોય છે. બધાની એવી ઈચ્છા હોય છે કે તે કંઈક સારું ખાય. એવા માં જોવામાં આવે તો બાળકો સૌથી વધુ ફાસ્ટફૂડ તરફ આકર્ષિત થતા હોય છે જે તેમની સેહત માટે થોડું ખરાબ પણ થઇ શકે છે.

એટલા માટે આજે આપણે બાળકો માટે ચટપટી કોર્ન ભેળ બનાવની રેસિપી લઈને આવ્યા છીએ. એનાથી તેમે ઘરમાં આરામથી બનાવી શકો છો. જેનો ચટપટો સ્વાદ બધાને ખુબજ પસંદ આવશે. તો ચાલો જાણીએ કોર્ન ચાટ ની સરળ રેસિપી.

જરૂરી સામગ્રી

2 કપ કોર્ન બાફેલા

2 બાફેલા બટાકા, (પીસેલા)

અડધો કપ કાપેલું ટામેટું

100 ગ્રામ બારીક સેવ

અડધો કપ ધાણા (બારીક કાપેલા)

2 ટેબલ સ્પૂન આમલી નિ ચટણી

1 ટેબલ સ્પૂન લીલી ચટણી

સાદું નમક સ્વાદ અનુસાર

સંચળ સ્વાદ અનુસાર

અડધી ટેબલ સ્પૂન ચાટ મસાલો

બનાવવા ની વિધિ

સૌથી પહેલા એક બાઉલ માં કોર્ન લો.

હવે તેમાં પીસેલા બટાકા નાખો ત્યારબાદ કાપેલી ડુંગળી, ટામેટું, આમલી ની ચટણી, લીલી ચટણી, ચાટ મસાલો, નમક, સંચળ અને લીંબુ નો રસ નાખી ને સારી રીતે હલાવો.

હવે તેમાં ધાણા નાખીને સારી રીતે મિક્ષ કરો. કોર્ન ભેળ તૈયાર છે. સર્વિગ બાઉલ અથવા તો પ્લેટ પર કાઢીલો અને ઉપર ચાટ મસાલો અને બારીક સેવ નાખો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: