આ ચટણીનો ઉપયોગ મહારાષ્ટ્રમાં વડાપાઉ બનાવવામાં ખૂબ થાય છે.

લસણની સૂકી ચટણી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે આ ચટણી લસણ, સૂકુ નારિયેળ, મગફળી સહિતની વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચટણીનો ઉપયોગ મહારાષ્ટ્રમાં વડાપાઉ બનાવવામાં ખૂબ થાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય લસણની સૂકી ચટણી.

સામગ્રી
8-9 નંગ – લસણની કળી
1/2 કપ – સૂકુ નારિયેળ
1 ચમચી – તલ
1 ચમચી – સિંગદાણા (શેકેલા)
2 ચમચી – લાલ મરચું
1 ચમચી – ધાણાજીરૂ પાઉડર
1/2 ચમચી – આંબલીની પેસ્ટ
1 ચમચી – તેલ
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ એક પેનમાં ધીમી આંચ પર તેલ ગરમ કરો અને તેમા લસણની કલી ઉમેરી એક મિનિટ સાંતળી લો. હવે ગેસ બંધ કરીને તેને એક બપ્લેટમાં નીકાળી લો. હવે તેમા સૂકુ નારિયેળ ઉમેરીન તેને પણ આછા બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી શેકી લો. હવે કઢાઇમાં તેલ ઉમેરી કતકેમા તલ ઉમેરી તેને પણ શેકી લો. ત્યાર પછી એક વાસણમાં લસણ, નારિયેળ, અને તલ ઉમેરી મિક્સરમાં પીસી લો. હવે તેમા શેકેલી સિંગસ આંબલીની પેસ્ટ, લાલ મરચું અને ધાણાજીરૂ તેમજ મીઠું ઉમેરીને અધકચરુ પીસી લો. તૈયાર છે લસણની સૂકી ચટણી.. તને ડબ્બામાં ભરીને ફ્રીઝમાં 15 દિવસ સુધી રાખી શકો છો. આ ચટણી તમે વડાપાઉ કે ઢોંસા બનાવતા સમયે તેનો ઉપયોગ કરી શકો છો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: