ચાલો જાણીએ લીલા રંગના ગુણકારી પિસ્તાનાં ફાયદાઓ.

મીઠાઇઓની શોભા વધારવા માટે પણ પિસ્તાનો ઉપયોગ થાય છે. પિસ્તા સ્વાદમાં તો ટેસ્ટી હોય છે, પરંતુ સાથે સાથે તે આરોગ્ય અને બ્યુટી બેનિફિટ્સ માટે પણ જાણીતા છે. કેટલાક પકવાનોમાં પણ પિસ્તા નાંખવામા આવે છે.

દુનિયામાં સૌથી વધુ પિસ્તા ઇરાનમાં થાય છે. અમેરિકા, સિરિયા, તુર્કી અને ચીન પણ પિસ્તાની ખેતી કરે છે. ઇરાનમાં થતા પિસ્તામાં લિનોલિક એસિડ વધુ હોય છે, જ્યારે તુર્કીના પિસ્તામાં કેલ્શિયમ વધુ માત્રામાં મળી આવે છે. હવે વિન્ટરની સીઝન પણ શરુ થઇ ચુકી છે, તેથી આ ડ્રાયફ્રુટનો પુરો લાભ લેવો જોઇએ અને હેલ્થ બનાવી લેવી જોઇએ. તેના ફાયદા જાણવા જેવા છે.

– લીલા રંગના પિસ્તામાં ફાઇબર, પ્રોટીન, વિટામીન સી, વિટામીન કે, વિટામીન બી6, વિટામીન ઇ, ઝિંક, કોપર, પોટેશિયમ, આયરન, કેલ્શિયમ અને કેટલાય પ્રકારના પોષકતત્વો હોય છે. તે તમને બિમારીઓથી દુર રાખે છે.

– પિસ્તામાં રહેલા જરુરી ફેટી એસિડ્સ તમારી ત્વચામાં સ્નિગ્ધતા જાળવી રાખવામાં મદદરુપ બને છે. આ કારણે નેચરલ ચમક જળવાઇ રહે છે. શરીરના અંગોમાં પણ સ્નિગ્ધતા માટે પિસ્તા ફાયદાકારક છે.

– પિસ્તામાં ભરપુર એન્ટીઓક્સિડન્ટ હોય છે. તે તમને જવાન બનાવી રાખવામાં મદદ કરે છે. સાથે સાથે આંખોના આરોગ્ય માટે પણ ઉપયોગી છે. જો બાળકને નાની ઉંમરથી જ પિસ્તા ખવડાવવાનું શરુ કરીએ તો ચશ્મા આવતા નથી. તે ત્વચામાં પડતી કરચલીઓને રોકે છે.

– વાળને ખરતા રોકવામાં પણ પિસ્તા ઉપયોગી છે. તમે ઇચ્છો તો તેને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. તેની પેસ્ટ બનાવીને માસ્કની જેમ વાળમાં પણ લગાવી શકો છો.

– તડકાના પ્રભાવથી બચવા માટે પણ પિસ્તાનો પ્રયોગ કરવામાં આવે છે. પિસ્તાને ચારોળી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવીને પેકની જેમ લગાવવું જોઇએ. નિયમિત આમ કરવાથી તમારો રંગ ખીલે છે અને સ્કીન સોફ્ટ બને છે.

– વજન ઘટાડવા ઇચ્છતા લોકોએ તેનું સેવન ખાસ કરવુ જોઇએ કેમકે તે લો કેલરી અને હાઇ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેમાં કોપર અને ફાઇબર હોય છે જે આંતરડાની સફાઇ કરવામાં મદદ કરે છે.

– પિસ્તામાં અન્ય મેવાની તુલનામાં ફેટ ઓછી હોય છે તેથી તે વધુ પોષક માનવામાં આવે છે. તેમાં કેલરી પણ કાજુ, બદામ અને અખરોટ કરતા ઓછી હોય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: