પાટીદાર સમાજના આગેવાન અને કૅબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો Tiktok વીડિયો સૌરાષ્ટ્રના વોટ્સએપ ગ્રુપોમાં ખૂબ વાયરલ થયો છે.

સૌરાષ્ટ્રના સાવજ રાદડિયાનો TikTok વીડિયો વાયરલ, ‘કરૂ હું પટેલની વાત પાવર ઓ પાટીદાર..’

આજકાલ સોશિયલ મીડિયા એપ Tiktokનું લોકોને એવું ઘેલું લાગેલું છે કે કહેવું જ શું? સમગ્ર દેશમાં સામાન્ય માણસથી માંડીને બોલીવુડના સુપર સ્ટાર અને હવે તો રાજકારણીઓને Tiktokનું ઘેલું લાગ્યું છે. હાલ પાટીદાર સમાજના આગેવાન અને કૅબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો Tiktok વીડિયો સૌરાષ્ટ્રના વોટ્સએપ ગ્રુપોમાં ખૂબ વાયરલ થયો છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ આ વીડિયો જામકંડોરણા છાત્રાલયનો છે, જેમાં રાદડિયા સાયકલ ચલાવી રહ્યા છે. આ સંસ્થા તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ સ્થાપી હતી. જયેશ રાદડિયાના કોઈ ચાહકે આ વીડિયો તૈયાર કર્યો હોય તેવી શક્યતા છે. પટેલ પાવર પાટીદારનું ગીત લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. ટીકટોકનું ઘેલું અગાઉ ગુજરાતની પોલીસને લાગ્યું હતું જોકે, નેતાઓના ટીકટોક વીડિયો પણ વાયરલ થતાં જોયા છે.

સૌરાષ્ટ્રના સાવજ તરીકે ગણાતા રાદડિયા વીડિયોમાં સાયકલ ચલાવી રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં પાટીદારોની ગાથા વર્ણવતું ગીત સંભળાય છે.

રાદડિયાનો ટીકટૉક વીડિયોમાં જે ગીત સંભળાઈ રહ્યું છે તેના શબ્દોમાં પણ પાટીદારોની ગાંથા સંભળાય છે. ‘કરૂં હું પટેલની વાત પાવર ઓ પાટીદાર… પટેલ કો કે પાટીદાર…’ આ ગીત યૂ ટ્યૂબ પર પાટીદારનો પડકાર નામના ટાઇટલથી જોવા મળે છે, જેના ગાયક સાગર પટેલ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: