રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે

આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ક્યાર વાવાઝોડું 200થી 210 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ અરબ સમુદ્રમાં વધુ એક સિસ્ટમ પણ સક્રીય થઈ છે. જે લો-પ્રેશન વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાઈ જશે. જે આગામી 24 કલાક બાદ તે ડિપ્રેશન અને બાદમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે.

ક્યાર વાવાઝોડુ ઓમાન તરફ ભલે ફંટાયુ હોય પણ તેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં ગતરાત્રિએ જોવા મળી હતી. જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 5 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે.અરબ સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે.

અરબ સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે દરિયા કિનારાઓ પર બંદરોમાં બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ક્યાર વાવાઝોડાની અસર હેઠળ ગઇકાલે મોડીરાત્રે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેને લઇને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વાવાઝોડુ ક્યાર ઓમાન તરફ ફંટાયું છતા તેની અસર સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી. જેમાં સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. જેમાં રાજકોટમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી વધારે જેતપુર તાલુકામાં નોંધાયો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: