ગામડું બોલે છે એલા.રામ રામ

ગામડા નું નવું વર્ષ. વહેલી પરોઢે યે પાંચ વાગ્યે ગામમાં દરેક મંદિરમાં ઝાલર નગારા વાગે. બાયુ બજારો વાળી ચોખ્ખી કરે, જુવાનિયા જાગે તે પહેલાં ગઢા બાપાઓ ગામની બજારે હાથ મિલાવતા રામરામ કરતા નીકળી જાય, નજીકના જાયુ ભાયુ ને ત્યાં એ રામ રામ ભાઈ પડકારો કરી ડેલી ખખડાવે, એ ઘરની વહુ સાસુમા ના પગ ની પગે લાગે અને માડી કડકડતી 100નોટ દેતા ભર્યા ભોગવો ના આશીર્વાદ આપે.

નાના બાળકો વડીલોને પગે પડીને નાની નોટો ભેગી કરે. રાવલ દાદા નો દીકરો ઘરે મીઠું પડીકું આપી સુકાન કરી જાય, તો લી ઢોલની ડાંડી મારી નવા વર્ષની વધામણી કરી જાય, રામજી મંદિરમાં આરતી થાય દીકરા-દીકરી નવાં લૂગડાં પહેરી સજી-ધજીને ગામની નિશાળ ભેગા થાય ને હરખથી ભેટી ને મળે, બપોરે પરિવાર ભેગા મળીને ઊંધિયું ને પુરી નું જમણ કરે …..,

આને અમે પડ્વો કહીએ પડવાના ને દિવસે હાથ મિલાવી મળવું અમે તો બાથ માં ઘાલી બે હૈયા ને ભીહનારા માણસો…..એ..બધાને નવા વર્ષ ના રામ રામ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: