ટંકારામાં લેઉઆ પાટીદાર સમાજ દ્વારા બુધવારે ત્રિવેણી મહોત્સવ

ટંકારા : ટંકારામાં લેઉઆ પાટીદાર સમાજ દ્વારા 51 કુંડી મહાયજ્ઞ તેમજ વિદ્યાર્થી સત્કાર સમારોહ, સ્નેહમિલન, શૈક્ષણિક સંકુલ ખાતમુર્હુતના ત્રિવિધ કાર્યક્રમો આગામી તા. 30 ઓક્ટોબરના રોજ યોજવામાં આવ્યા છે.

જેમાં ખોડલધામ ટ્રસ્ટ – કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, કોંગ્રેસના નેતા પરેશભાઈ ધાનાણી સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમો ખોડિયાર આશ્રમની બાજુમાં, રાજકોટ – મોરબી રોડ ખાતે રાખવામાં આવ્યા છે. જેમાં ત્રિવેણી મહોત્સવ સમિતિ દ્વારા પાટીદાર સમાજના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: