‘ક્યાર’નો કહેર : સૌરાષ્ટ્રનો સમુદ્ર બન્યો તોફાની, દ્વારકાના ગોમતીઘાટમાં પાણી મંદિરોમાં ઘુસી આવ્યા હતા.

દિવાળીના દિવસે ગીર સોમનાથના અરબી સમુદ્રમાં સર્જાયેલાં ક્યાર નામના વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રનો સમુદ્ર તોફાની બન્યો છે. સમુદ્ર તટે મહાકાય મોજાઓ ઉછળી રહ્યા છે. તો વેરાવળ બંદરમાં ફિશિંગ બોટોનાં થપ્પા લાગ્યા છે. વેરાવળ બંદરમાં ફિશિંગ બોટો રાખવાની જગ્યા ખૂટી પડી છે. વેરાવળના દરિયામાં 150થી વધુ ફિશિંગ બોટો જોખમી સ્થિતિમાં છે. બંદરમાં જગ્યા ના હોવાના કારણે દરિયામાં લંગર નાખી રાખવાની ફરજ પડી રહી છે.

ક્યાર વાવાઝોડાને પગલે અમરેલી જિલ્લાના જાફરાબાદ અને પીપાવાવ દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદના દરિયા કિનારે હાલ બે નંબરનું સિગ્નલ લગાવ્યું છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. જેના પગલે જાફરાબાદ બંદર ઉપર 700 ઉપરાંત બોટો લગરી દેવામાં આવી છે. અને માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે જાફરાબાદના દરિયાકિનારે પણ 15 ફૂટથી વધારે ઊંચા મોજા ઉછળતાં જોવા મળી રહ્યા છે. જાફરાબાદ અને પીપાવાવ દરિયાકિનારે સારો કરંટ જોવા મળી રહ્યો છે.

દ્વારાકાના દરિયામાં ભારે કરંટના કારણે ગોમતીઘાટ કિનારે પાણી ફરી વળ્યાં હતા. ગોમતીઘાટ કિનારાના મંદિરોમાં પાણી ઘૂસ્યા હતા. ગોમતીઘાટ કિનારે આવેલ શામળશા ભગવાન તેમજ બેઠક સહિતનાં 5 જેટલાં મંદિરોમાં પાણી ફરી વળતાં ભક્તોને આજે દર્શન અને પૂજા અર્ચના કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.

વિકાસના કામો આગળ વધારતી દ્વારકા નગરપાલિકા દ્વારા હરિ કુંડ ની ફરતે જે 12 ફૂટ જેટલી પ્રોટેક્શન દીવાલ હતી તે તોડી દેવામાં આવી હોય પાણી હરિકુંડ અંદર ફરી વળ્યા હતા આ પ્રોટેક્શન દીવાલ હતી ત્યારે આ ગોમતીઘાટના પાણી મંદિર કે કુંડ સુધી આવી શકતા નહોતા પરંતુ આ વિકાસના કામો કરવામાં ક્યાંક નગર પાલિકાએ વિનાશ ને આમંત્રણ આપી દીધું હોઈ તેમ પ્રોટેક્શન દીવાલ પહેલા તોડી દેવાતા આ દરિયાના પાણી છેટ મંદિર અંદર ઘુસી આવ્યા હતા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: