ભાઈબીજનું પૌરાણિક મહત્વ

આજે આપણે વાત કરશું ભાઈ–બહેનનાં પવિત્ર પ્રેમને વરસાવતો તહેવાર એટલે કે ભાઇબીજ. ભાઈબીજ એ ભારતમાં સૌથી સુપ્રસિદ્ધ અને ભારતભરમાં ઉજવાતો તહેવાર છે. જેમાં બહેનો તેમના ભાઈઓ માટે દીર્ઘાયુ અને સમૃદ્ધ જીવનની પ્રાર્થના યમરાજ પાસે કરે છે. આ તહેવારને ભાઈબીજ, ભાઈદુજ, યમદ્વિતીયા અને તિલક તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભાઇબીજ ભાઈ અને બહેન વચ્ચેના સુંદર સંબંધનું સ્મરણ કરે છે. આ તહેવાર દેશભરમાં ઘણી જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે પણ તેમાં મુખ્ય વિધિ તિલક સમારંભ હોઈ છે જેમાં બહેન તેમનાં ભાઈના કપાળે તિલક કરે છે અને તેમની સુખમય જીવન માટે પ્રાર્થના કરે છે; બદલામાં ભાઈઓ તેમની બહેનોને દુષ્ટ દળોથી બચાવવા માટે પ્રતિજ્ઞા અને અનેકવિધ ભેટો આપે છે. બહેનો તેમના ભાઈઓને લાડું અને બરફી જેવી વિવિધ મીઠાઈઓ ખવડાવી પ્રેમ વરસાવે છે.

ભાઈબીજનું પૌરાણિક મહત્વ

એક લોકપ્રિય દંતકથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ તેમની બહેન સુભદ્રાની મુલાકાત લીધી. સુભદ્રાએ તેમને મીઠાઈઓ અને ફૂલોથી આવકાર આપ્યો. શ્રીકૃષ્ણના કપાળ પર બહેન સુભદ્રાએ પ્રેમપૂર્વક તિલક કર્યું. સુભદ્રાના આ ખાસ આદરસત્કારથી શ્રીકૃષ્ણના હૃદય ભાવવિભોર અને આનંદિત થયું અને શ્રીકૃષ્ણએ સુભદ્રાને દૈત્યોથી બચાવવાનું વચન આપ્યું.

આ તહેવારને દેશના કેટલાક ભાગોમાં યમદ્વિતીયા પણ કહેવામાં આવે છે. એક અન્ય લોકપ્રિય દંતકથા અનુસાર, મૃત્યુનાં દેવ યમરાજ એક વખત તેની બહેન યમુનાની મુલાકાત લેવા ગયાં. યમુનાએ તેના ભાઈનું આરતી સાથે ભવ્ય સ્વાગત કર્યું અને યમરાજના માથા પર તિલક લગાવ્યું. ઉપરાંત યમુનાએ યમરાજને મીઠાઈઓ અને ભેટો પણ પ્રદાન કરી. યમરાજે તેને એક વરદાન આપ્યું કે જે પોતાની બહેન સાથે ભાઈબીજ ઉજવશે અને પવિત્ર નદીમાં સ્નાન કરશે તે નરકમાં જશે નહીં.

બંગાળમાં આ તહેવાર ‘ભાઈફોટાં‘ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં બહેન ખાસ મંત્રોના જાપ સાથે ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને પછી મીઠાઈઓ અને પાણી અર્પણ કરે છે તેના બદલામાં ભાઈ બહેનને ભેટ આપે છે.

ભાઇબીજની તમને તથા તમારા પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ…

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: