કાળી ચૌદશનું મહત્ત્વ અને માન્યતાઓ

દિવાળીના ઠીક એક દિવસ પહેલાં કાળી ચૌદશનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને નરક ચૌદશ, નાની દિવાળી, રૂપ ચૌદશના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જે વ્યક્તિ પૂજા અને દીવો પ્રગટાવે છે તે વ્યક્તિને તમામ પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે. દિવાળી પહેલાં કાળી ચૌદશના દિવસે ઘરના અનેક ભાગમાં યમ માટે દીવો પ્રગટાવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 26 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને શરીર ઉપર ઉબટન, તેલ વગેરે લગાવીને સ્નાન કરવું જોઇએ.

કાળી ચૌદશનું મહત્ત્વ અને માન્યતાઓઃ-

આ દિવસે નરકાસુરનો વધ કરવામાં આવ્યો હતો.

કાળી ચૌદશના દિવસે વ્રત રાખવાનું મહત્ત્વ અનેરું છે. આ દિવસે વ્રત રાખવાથી ભગવાન શ્રીકૃષ્ણ વ્યક્તિને સૌંદર્ય પ્રદાન કરે છે.

કાળી ચૌદશના દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તલના તેલની માલિશ અને પાણીમાં અપામાર્ગના પાન નાખીને સ્નાન કરવું જોઇએ. ત્યાર બાદ ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણના દર્શન કરવા જોઇએ. આવું કરવાથી પાપનો નાશ થાય છે અને સૌંદર્ય હાંસલ થાય છે.

કાળી ચૌદશની રાતે ઘરના સૌથી વડીલ વ્યક્તિ દીવો પ્રગટાવીને આખા ઘરમાં ફરે છે અને પછી તેને ઘરની બહાર દૂર જઇને રાખી દે છે. આ દીવાને યમનો દીવો કહેવામાં આવે છે. આ દરમિયાન ઘરના અન્ય સભ્ય ઘરમાં જ રહે છે.

આ દીવાને આખા ઘરમાં ફેરવીને બહાર લઇ જવાથી બધી જ ખરાબ શક્તિઓ ઘરમાંથી બહાર જતી રહે છે. આ ચૌદશનું પૂજન કરી અકાળ મૃત્યુમાંથી મુક્તિ તથા સ્વાસ્થ્ય સુરક્ષા માટે યમરાજની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: