આંગળીના ટચાકા ફોડવાની આદત સાંધાના દુખાવાની બીમારીનું બની શકે છે કારણ

ઘણી વખત કટેલાક લોકોને અતિશય હાથ દુખે છે તો તે લોકો તેમના હાથના ટચાકા ફોડવા લાગે છે. કેટલાક લોકોને તમે જોયા હશે જે લોકો નવરા બેઠા તેમની આંગળીના ટચાકા ફોડ્યા કરે છે. પરંતુ તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પડતી ખરાબ અસરથી તમે અજાણ છો. આમ તો આંગળીના ટચાકા ફોડવાથી ખૂબ આરામ મળે છે. પરંતુ તે ખતરનાક હોય શકે છે. તો જોઇએ હાથ દુખવા પર ટચાકા ફોડવાથી શુ નુકસાન થાય છે.

– આજકાલ ઘણા લોકો તેમનો વધારે સમય કોમ્પ્યુટર કે મોબાઇલ પર પસાર કરે છે. જેનું કારણ આંગળીઓમાં થાકનો અનુભવ થવા લાગે છે. જેનાથી આરામ મેળવવા માટે લોકો તેમની આંગળીના ટચાકા ફોડે છે. પરંતુ તે એક ખરાબ આદત છે.

– જો તમે વારંવાર તમારી આંગળીઓના ટચાકા ફોડો છો તો તેનાથી તમારા હાથની આંગળીઓ પર અને હાડકા પર ખરાબ અસર પડી શકે છે. ક્યારેક ક્યારેક તો આંગળીના ટચાકા ફોડવાની આદત સાંધાના દુખાવાની બીમારીનું કારણ પણ બની શકે છે.

– જ્યારે તમે તમારી આંગળીના ટચાકા ફોડો છો તો તેનીથી તમારી આંગળીની નસ ફરીથી તેની યોગ્ય જગ્યા પર પહોંચી શકતી નથી. જેનાથી આંગળીના સાંધામાં લિક્વિડની ઉણપ થવા લાગે છે.

– આંગળીના ટચાકા ફોડવાથી તે સમયે તો દુખાવાનો અનુભવ થતો નથી. પરંતુ તેના કારણે તમારી આંગળીઓના સાંધાની કોશિકાઓને વધારે પ્રમાણમાં નુકસાન પહોંચી શકે છે. જેનાથી ક્યારેક ક્યારેક તમારા હાથની પકડ પણ કમજોર થઇ જાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: