દિવાળીના દિવસોમાં રાજ્યના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રમાં વરસાદ : હવામાન વિભાગની આગાહી

અરેબિયન સમુદ્ર પર ગુરુવારે સવારથી ડિપ્રેશન સર્જાયું છે. જેને લઇ દિવાળીના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા પધરામણી કરી શકે છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ‘પૂર્વમધ્ય અરેબિયન સમુદ્ર પર ડિપ્રેશન સર્જાયું છે. આગામી ૧૨ કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રાવાતમાં તબ્દીલ થઇ શકે છે. તે ૨૫ ઓક્ટોબર સાંજથી પૂર્વ-મધ્યપશ્ચિમ તરફ ધપે તેની સંભાવના છે. આ પછી તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને દક્ષિણ ઓમાન તરફ આગામી ૭૨ કલાકમાં ધપી શકે છે. આ સ્થિતિમાં આગામી શુક્રવારથી મંગળવાર સુધી ભરૃચ-ડાંગ, નવસારી-વલસાડ-દમણ-દીવ-ગીર સોમનાથ-અમરેલી-ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી વકી છે.

અમદાવાદમાં વર્તમાન સિઝનમાં પ્રથમવાર સરેરાશ લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી નોંધાયું હતું. આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી સુધી જઇ શકે છે. નલિયામાં ૧૮.૪, ગાંધીનગરમાં ૧૯, ડીસામાં ૧૯.૫ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: