જાણો,ચહેરા માટે કેમ છે ફાયદાકારક આંબલી

ખાસકરીને આંબલીને તાંબાના વાસણ સાફ કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ચહેરા પરથી ગંદકી અને ધૂળ માટી દૂર કરવા માટે આજકાલ લોકો સાબુની જગ્યાએ ફેશવોશનો ઉપયોગ કરે છે. પરંતુ બજારમાંથી મળતા ફેશવોશમાં અનેક પ્રકરાના કેમિકલ્સ હોય છે. જેનાથી ત્વચા પર નુકસાન થવા લાગે છે. એવામા સારુ રહેશે કે તમે ઘરે જ ફેશવોશ બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. આજે અમે તમારા માટે ફેશવોશ બનાવવી રીત લઇને આવ્યા છીએ. જેનાથી ન ફક્ત તમારો ચહેરો સાફ થશે પરંતુ સાથે જ ત્વચા પરની એલર્જી અને ડ્રાયનેસની સમસ્યા પણ દૂર થાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સહેલાઇથી આંબલીનો ફેશવોશ.

ચહેરા માટે કેમ છે ફાયદાકારક આંબલી

આંબલીમાં એએચએ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે ત્વચામાંથી ડેડ સ્કિન દૂર કરીને તેને રેજુવેનેટ કરે છે. તેનાથી ન ફક્ત ત્વચાને અંદર સુધી પોષણ મળે છે. પરંતુ સાથે જ તે ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. એટલું જ નહીં તે સ્કિન ટોનને હળવું કરીને ત્વચાને મુલાયમ બનાવે છે.

આંબલીનો ફેસવોશ બનાવવાની સામગ્રી

2 ચમચી – આંબલીનો પલ્પ

1 ચમચી – દહીં

1 ચમચી – ગુલાબજળ

1 નંગ – વિટામિન ઇની કેપ્સુલ

1 ચમચી – મધ

1 ચચમી – જોજોબા ઓઇલ

આ રીતે બનાવો ફેસવોશ

એક બાઉલમાં આંબલીનો પલ્પ અને દહીં લો અને બન્નેને બરાબર બ્લેન્ડ કરી લો. હવે તેમા ગુલાબજળ મિક્સ કરી લો. ત્યાર બાદ વિટામિન ઇની કેપ્સૂલનું જેલ તેમા ઉમેરી લો. હવે બાઉલમાં રહેલી દરેક સામગ્રી બરાબર મિક્સ કરી લો. હવે તેમા મધ ઉમેરો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે દરેક વસ્તુને બરાબર મિક્સ કરવી જોઇએ। આખરે જોજોબો ઓઇલને તેમા મિક્સ કરો અને કન્ટેનરમાં આ મિસ્રણને ઉમેરીને સ્ટોર કરો.

ફેસવોશનો ઉપયોગ કરવાની રીત

ચહેરો સાફ કરવા માટે આંબલીના ફેસવોશને હાથમાં લઇને ચહેરા પર લગાવો અને ત્યાર પછી આંગળીને મદદથી તમારા ચહેરા પર મસાજ કરો. આશરે 2 મિનિટ સુધી મસાજ કર્યા બાદ તમારા ચહેરાને ધોઇ લો. તેનાથી તમારા ચહેરા પર ચમક આવવાથી સાથે ત્વચા પણ ગોરી થશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: