તહેવારો અને ધાર્મિક ક્રિયાઓ શા માટે.???

મિત્રો , આપણા તહેવારો અને ધાર્મિકઓ વિધિઓ પાછળ કોઈક ને કોઈક કારણ રહેલું છે. આપણા પૂર્વજો કેટલા દીર્ઘ દ્રષ્ટા હતા એની આપણને સાચી ખબર જ નથી. કારણ કે અત્યારે તહેવારોનો અર્થ જ બદલાઈ ગયો છે. એની પાછળનો મૂળ આશય તો ભૂલાઈ જ ગયો છે.

ધાર્મિક તહેવારો પાછળનો હેતુ રોજિંદા જીવનની હાડમારીમાંથી સહેજ મુક્ત થઈને આનંદ મેળવવાનો હતો. તથા ઋતુઓ અનુસાર તહેવારોની ગોઠવણી પાછળ અનેક ધાર્મિક, સામાજિક, વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલાં છે. આપણા ઋષિમુનિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી જ આ બધું અત્યારે છે એવું મૂક્યું હોય એમ લાગે છે, જેનો થોડો ખ્યાલ અહીં મેળવીએ.

### કેટલાંક ઉદાહરણો…###

1 ભાદરવામાં શ્રાદ્ધ..

કાગડી ભાદરવામાં ઈંડા મૂકે અને સૌથી આળસુ પક્ષી કાગ એટલે પક્ષી પ્રેમ માટે અને કાગ ના બચ્ચાને માટે શ્રાદ્ધ કરવાનું કીધું..આપણે કાગડાને “વાસ” નાંખીએ છીએ.

  1. ગુજરાતી ડીશ..

દરરોજ શરીરમાં 40 mg જેટલા dietary fibre ની જરૂર હોય છે.. એટલે સંભારો રાખ્યો.. રોટલી કે રોટલામા વિટામિન હોય fat soluble હોય છે એટલે સાથે oily ખોરાક જેમકે શાક, અથાણું આપ્યું.. ભાત માં threlin and lysine નામના amino acid હોતા નથી પણ એ દાળ માં હોય છે એટલે દાળભાત સાથે રાખ્યા.. (Nutrition ની આટલી માહિતી હતી એ યુગ માં..)

  1. ઉપવાસ

આંતરડાં ને આરામ મળે એટલે ઉપવાસ કરવાનું સૂચવ્યું.. પણ વિજ્ઞાનિક કારણ થી કીધું હોય તો કોઈ માને નહી એટલે ધર્મ સાથે જોડી દીધું.. (પરંતુ આપણે ઉપવાસના દિવસે તો રોજ ખાતા હોઈએ એનાં કરતાં તો બમણું ઝાપટી જઈએ છીએ. )

એવું નથી કે હિન્દૂ માં જ ઉપવાસ છે.. મુસ્લિમ માં પણ છે.. એ લોકો નોન વેજ ખોરાક ખાય એટલે એમના પેટ માં વધુ બેક્ટેરિયા હોય એટલે સતત એક મહિનો ઉપવાસ કરવાનો રમજાન મહિનો ..

  1. હોળી અને દિવાળી..

હોળી અને દિવાળી એ mass fumigation program છે.. આખા ગામ કે શહેર માંથી બધે એકસાથે ધુમાડો કરીને જીવજંતુઓ મરી જાય એના માટે હોળી પ્રગટાવવમાં આવે છે. તથા દિવાળીમાં ફટાકડા ફોડવામાં આવે છે. (હવે આપણને એ pollution લાગે છે..પણ bike કે car ચલાવતા તો pollution યાદ નથી આવતું..?

 

  1. શિવજીને દૂધ..

આજકાલ શિવજીને દૂધ ચડાવવું એ કેટલાકને દેખાડો અને દૂધનો બગાડ લાગે છે. પરંતુ શિવજીને દૂધ ચડે અને બધું દૂધ વહી પૃથ્વીના પેટાળ સુધી જાય..જેથી જે જ્વાળામુખી પેટાળ માં છે એ સમયાંતરે શાંત થતો રહે અને એના લીધે ભૂકંપનું પ્રમાણ ઘટે..

  1. મંદિર

મંદિર એ વાસ્તવિક તો મન શાંતિ માટે બનાવેલા..

મંદિર માં પ્રવેશતાં જ ઘંટ વગાડવાનો, ઘંટ ના અવાજ થી મગજ માં જતા vibration થી મન માં હોય એટલા બધા જ વિચારો શમી જતા.. અને ભગવાન એટલે પોતાની સાથે એકાંત.. પોતાની જાત સાથે વાત.. (ધર્મ સાથે જોડે એટલા માટે કે લોકો આવે.. બાકી વૈજ્ઞાનિક ભાષા કોઈ માનત કે સમજત નહિ)

  1. વડ-પીપળો પાદરે કેમ?

પીપળો ફળિયામાં વાવવાનું વિચારીએ એટલે કોઈ વડીલ કહેશે કે અપવિત્ર કહેવાય, આંગણે ન વવાય..જો અપવિત્ર હોય તો પાદરે પૂજા શુ કામ..? ..વડ-પીપળાને આંગણામાં વાવવાનું અપવિત્ર કહેવા પાછળનું કારણ એ છે કે પીપળો અને વડ ના મૂળ ખૂબ જ મજબૂત હોય છે. એટલા મજબૂત કે દીવાલ કે મકાન નો પાયો તોડીને પણ બહાર નીકળે.. જેનાથી મકાન નબળું પડી જાય..

8..પીપળાની પૂજા શુ કામ?

પીપળામાંથી વધુ પ્રમાણ માં oxygen મળે છે.. એટલે એને જો પાણી મળે દર વર્ષે તો વર્ષો જુના પીપળા જીવતા રહે અને આખા ગામને oxygen મળતો રહે..

  1. કોઈ પ્રસંગે આસોપાલવના તોરણ શુ કામ?

આસોપાલવનું પાન તોડી લીધા પછી પણ 24 કલાક સુધી oxygen આપતું રહે છે.. તો ઘરમાં પ્રસંગ હોય ત્યારે ઘણા લોકો ભેગા થાય. અને બધાને પૂરતો oxygen મળી રહે એ માટે આસોપાલવના તોરણ લગાવાય..

  1. પૂનમ ભરવાનું..

પૂનમ અને અમાસ ના દિવસે શરીર માં પાણી નું પ્રમાણ વધઘટ થાય છે.એના કારણે માણસને જલ્દી ક્રોધ આવી શકે.. એટલે માણસ જો આવા સમયે ધર્મસ્થાનોમાં જાય તો મન શાંત રહે અને ભક્તિમય રહે. જેથી વિનાકારણ ઝગડા ન થાય..

  1. સૂર્યને જળ ચડાવવું

ઉગતા સૂર્યને જળ ચડાવતી વખતે પાણીની ધાર એવી રીતે કરવી જોઈએ કે જેથી સૂર્યનાં કિરણો જળધારામાંથી ગળાઈને સીધાં આંખોમાં જ પડે. જેથી આંખોની નબળાઇ દૂર થાય. ઘણા લોકો સૂર્ય દેખાતો ના હોય તો પણ જળ ચડાવે છે. જેનો કોઈ અર્થ નથી.

12.. હોળી પર ધાણી ખાવી

હોળી શિયાળા પછી તરત જ આવતો તહેવાર છે. ઠંડી ઋતુમાં આપણે ગુંદરપાક, અડદીયાં, ખજૂરપાક જેવી ઘીવાળી અને મીઠી વસ્તઓ ખાઈએ છીએ. જેનાથી શરીરમાં કફનું પ્રમાણ વધી જાય છે. જુવારની ધાણી કફને દૂર કરવામાં ગુણકારી છે.

13.. ચોમાસામાં વધુ તહેવારો કેમ. ?

ચોમાસામાં આપણી પાચનશકિત નબળી થઈ જાય છે. જેટલા વધુ તહેવારો એટલા ઉપવાસ પણ વધારે. જેથી આપણા પાચનતંત્રને આરામ મળે.

  1. હવનમાં ખિજડો જ કેમ. ?

હવનમાં ખિજડો, છાણાં , ઘી, તલ, જવ વગેરે નો હોમ કરવાથી રોગનાં જીવાણુંઓનો નાશ થાય છે. ઉપરાંત આ હોમનો ધૂમાડો આકાશમાં વરસાદનું બંધારણ બાંધવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

આવી તો અનેક વાતો છે…જે આપણે જાણતા નથી…

મિત્રો, આટલું વાંચ્યા પછી વિચારજો કે એ લોકો ધાર્મિક જ હતા કે મૂર્ખ હતા કે મહાજ્ઞાની હતા..?

એ લોકો ની સમજ ને ઓળખવા આપણે હજી ઘણું વિચારવાનું અને વાંચવાની જરૂર છે..એ લોકો આપણી જેમ છીછરું નહોતા વિચારતા…એ તો દૂર દ્રષ્ટાઓ હતા…

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: