દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદ પડી શકે તેવી આગાહી, 24 કલાકમાં વઘઈ-ચીખલીમાં ભારે વરસાદ પડ્યો

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે મંગળવારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. નવસારીમાં ગાજવીજ સાથે વરસાજ તૂટી પડયો હતો. દરમિયાન ચીખલીમાં સૌથી વધુ સવા બે ઇંચ અને ગણદેવીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સુરત, વલસાડ, વાપી, તાપી સહિતના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડયો હતો.

જોકે, સમુદ્રમાં ડિપ્રેશન હજુ પણ લો પ્રેશરમાં જળવાઇ રહેતા આગામી બે દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી હવામાનખાતાએ આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ સુરત શહેરના કોટ વિસ્તારમાં બપોરે જ્યારે પાલ, અડાજણ વિસ્તારમાં સાંજના સમયે વરસાદ ખાબક્યો હતો.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેવામાં મંગળવારે બપોરે એક વાગ્યાની આસપાસ એકાએક વરસાદ તૂટી પડયો હતો. દક્ષિણ ગુજરાતના નવસારીના ચીખલીમાં સૌથી વધુ સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ સિવાય સુરત, વલસાડ, વાપી, તાપી અને ડાંગના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડયો હતો. સુરત શહેરમાં બપોરે અઠવાગેટ, ઉધના દરવાજા, ઉધના વિસ્તારમાં વરસાદ પડયો હતો. જ્યારે અન્ય વિસ્તાર કોરોકટ જોવા મળ્યો હતો. જ્યારે સાંજના છેડે પાલ, અડાજણ, સિટીલાઇટ, વેસુ તરફના વિસ્તારમાં વરસાદ નોંધયો હતો.

જોકે, સુરત શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદને પગલે જગતનો તાત ચિંતિત જોવા મળ્યો હતો.

વરસાદને લીધે ડાંગર અને શાકભાજીના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતિત

છેલ્લા બે દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે ડાંગર, જુવાર અને શાકભાજીના પાકને નુકસાન પહોંચ્યું છે. સુરત, નવસારી, વલસાડ, વાપી, તાપીના ખેડૂતોએ ડાંગરનો પાક કાપીને ખેતરમાં જ રાખ્યો હતો. ત્યારે એકાએક વરસાદ તૂટી પડતાં ડાંગરની બોરી અને કાપીને ખેતરમાં તૈયાર રાખેલું ડાંગર ભીંજાય ગયું છે. તેવી જ રીતે જુવાર, સોયાબિન, અડદ, મકાઇ, મરચાંના પાકને પણ નુકસાન થયું છે.

આ ઉપરાંત વરસાદને કારણે શાકભાજીનો પાક ઓછો ઊતરતાં પહેલાથી શાકભાજીના ભાવ આસમાને છે. હવે શિયાળામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થશે તેવી લોકોને આશા હતી, પરંતુ વરસાદને કારણે શાકભાજીના પાકને પણ નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે પહેલેથી પાક ઓછો થઇ જતાં ખેડૂતો મુશ્કેલીમાં હતા. હવે વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: