તમારી પાસે જૂનુ ડ્રાઈવિંગ લાઈસન્સ છે તો જલ્દી કરો આ કામ

દેશમાં એક સપ્ટેમ્બરથી નવા મોટર વાહન નિયમ લાગૂ કરી દેવામાં આવ્યો છે. તેની સાથે ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને લઈને નવા નિયમો બદલવામાં આવી રહ્યા છે. નવા નિયમો હેઠળ હવે ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને મોબાઈલ નંબર સાથે લિંક કરવુ જરૂરી છે. જો જૂના ડ્રાઈવિંગ લાઈસન્સ છે તો તમારે જલ્દી આ કામ કરવુ પડશે.

મોબાઈલ નંબરને ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે લિંક કરવાનો સૌથી મોટો ફાયદો તે હશે કે, જો કોઈ દુર્ઘટના બને છે તો ડ્રાઈવિંગ લાઈસન્સ પર આપેલા નંબરનો ઉપયોગ કરીને દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને પરિવાર વાળાની મદદ કરવા માટે પહોંચી શકે છે. જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ પ્રથમ રાજ્ય છે જ્યા નવા નિયમને એક ઓક્ટોબરથી લાગુ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રિય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયના આદેશ બાદ આ ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં મોબાઈલ નંબર લિંક કરવુ જરૂરી કરી દેવામાં આવ્યું છે.

તમારી પાસે જૂનુ ડ્રાઈવિંગ લાઈસન્સ છે તો જલ્દી કરો આ કામ

નવા ડ્રાઈવિંગ લાઈસન્સ તથા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને RTO લિંક કરશે. જ્યારે જૂના વાહનોના સર્ટિફિકેટને તમે ઘરે બેઠા ઓનલાઈન પણ અપડેટ કરી શકો છો. ઓનલાઈન મોબાઈલ નંબર લિંક કરવા માટે તમને કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયના પરિવહન સેવા પોર્ટલ પર જવાનું રહશે. ત્યાર બાદ તમારે લોગ-ઈન ID બનાવવાનું રહેશે, રજિસ્ટ્રેશન સંબંધિત સેવા પર જઈને વાહનના રજિસ્ટ્રેશનમાં મોબાઈલ નંબરને શામેલ કરી શકો છો.

જો જૂનું ડ્રાઈવિંગ લાઈસન્સ છે કરો આ કામ

ત્યાર બાદ તમારે વાહનના રજિસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર અને ચેસિસ નંબર આપવાનું રહેશે.આ હેઠળ સારથી કેટેગરી અંતર્ગત ડ્રાઈવિંગ લાઈસેન્સ સંબંધી સેવાઓ પર ક્લિક કરીને ડ્રાઈવિંગ લાઈસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. આ પૂર્ણ પ્રક્રિયામાં વધુ સમય લાગશે નહીં. સુરક્ષા માટે આ ખુબ જ જરૂરી છે અને અગત્યનું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: