5 દિવસ ઉજવાશે દિવાળીનો પર્વ, ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી જાણો ક્યાં તહેવાર ક્યારે આવશે?

ભારતમાં દરેક વ્રત અને તહેવાર ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અહીં વિવિધ ધર્મના લોકો રહેતા હોવાના કારણે અહીં કોઈને કોઈ તહેવાર કે પર્વ આવતો રહે છે. આ તહેવારો ભારતની એકતા અને અખંડતા ટકાવી રાખવામાં મદદ કરે છે. આ સપ્તાહે દિવાળીથી લઈને ભાઈબીજ સુધી તમામ તહેવારો આવી રહ્યા છે. એવામાં તમને કોઈ મુંઝવણ ના થાય, તે માટે અમે તમને જણાવી દઈએ કે, કયા દિવસે કયો તહેવારો આવી રહ્યા છે. તો ચાલો જાણીએ…

→ 25 ઓક્ટોબર (શુક્રવાર) ધનતેરસ

પાંચ તહેવારોની દિવાળીનો પ્રથમ તહેવાર ધનની પૂજા કરવાનો હોય છે. જેને સૌ કોઈ ધનતેરસના નામે ઓળખે છે. જો કે હિન્દુ તિથિઓ અનુસાર, ધનતેરસની તારીખોમાં પરિવર્તન થતું રહે છે. આ દિવસ સમૃદ્ધી મનાવવા માટે સમર્પિત છે. માનવામાં આવે છે કે, આ દિવસે લક્ષ્મી દેવી સમુદ્ર મંથનથી નીકળ્યા હતા. જેથી ખાસ પૂજા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવે છે.

→ 26 ઓક્ટોબર (નર્ક ચતુર્દશી, કાળી ચૌદશ)

ધન તેરસ પછીના આગલા દિવસે નર્ક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ ઉજવવામાં આવે છે. જેને ભારતમાં અનેક ઠેકાણે છોટી દિવાળીના નામે પણ ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે, આજ દિવસે કાળકા માતાએ નરકાસૂરનો વધ કર્યો હતો.

→ 27 ઓક્ટોબર (રવિવાર) દિવાળી

કાળી ચૌદશ પછીના દિવસે દિવાળી ઉજવાય છે. જે મુખ્ય તહેવાર છે, જેને અમાસના દિવસે ઉજવવામાં આવે છે. મહિનાના આ સૌથી કાળો દિવસ છે. આ દિવસે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં દિવાળી માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ હોય છે. આ દિવસે લક્ષ્મી માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે.

→ 28 ઓક્ટોબર (સોમવાર) (ગોવર્ધવ પૂજા- બેસતુ વર્ષ)

આ દિવસમાં ચોથો તહેવાર છે. આ દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. આ દિવસને ગુજરાતીઓ નવા વર્ષ તરીકે ઉજવે છે. કહેવાય છે કે, આજ દિવસે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની આંગળી પર ઉઠાવ્યો હતો.

→ 29 ઓક્ટોબર (મંગળવાર) (ભાઈબીજ)

ગોવર્ધન પૂજાના આગામી દિવસે ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર છે. જે રક્ષાબંધનની જેમ જ મનાવવામાં આવે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: