રાજ્યના આર્થિક પાટનગરમાં સરદારધામ અને ધી સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ SGCCI આયોજીત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ GPBS 2020નો ઉત્સાહપુર્વક યોજાયો સુરત પ્રમોશનલ કાર્યક્રમ

સરદારધામ આયોજીત આગામી GPBS 2020નો શુભારંભ જ્યારે ગાંધીનગર હેલીપેડ પ્રદર્શન ખાતે આપણાં વડાપ્રધાનશ્રી ના હસ્તે થઈ રહ્યો છે ત્યારે ઉદ્યોગધંધાર્થીઓમાં જાગૃતિ અને માહિતીનાં ભાગરૂપે વિવિધ શહેરોમાં પ્રમોશનલ કાર્યક્રમ થઈ રહ્યા છે, જેનાં ભાગરૂપે આ કાર્યક્રમ સુરતમાં યોજાયેલ.

સરદારધામ અને ધી સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ SGCCI આયોજીત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ GPBS 2020નો પ્રમોશનલ કાર્યક્રમ ચેમ્બર્સની નાનપુરા ઓફીસ ખાતે ઉત્સાહપૂર્વક યોજાયો હતો જેમાં અમદાવાદ થી પધારેલા સરદારધામ પ્રમુખસેવક ગગજી સુતરીયા, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સનાં ફાઉન્ડર ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકીયા, SGCCI પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઈ દેસાઈ, વાઈસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશભાઇ નાવડીયા, શ્રી કાનજીભાઈ ભાલાળા (શ્રી સૌરાષ્ટ્ર સેવા સમાજ) શ્રી હેતલભાઇ મહેતા (SGCCI પૂર્વ પ્રમુખ) અને ચેમ્બર્સનાં બીજા પદાધિકારીઓ, શહેર શ્રેષ્ઠીઓ અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા સભ્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન SGCCI અને ટિમ સરદારધામ સુરતે કર્યું હતું, સ્વાગત પ્રવચનમાં શ્રી કેતનભાઈ દેસાઈએ સહુને આવકાર્યા હતા.

સમસ્ત પાટીદારની એકતાના ધામ એવા ‘સરદારધામ’ના ઉપક્રમે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’(GPBS-2020) તા.3 થી 5 જાન્યુઆરી, હેલિપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે. જેનું ઉદ્‌ઘાટન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થાય તેવું સૂચિત સ્વરૂપે આયોજન છે. એક લાખ ચોરસ મીટર જગ્યામાં 14 મોટા ડોમમાં જુદાં-જુદાં સેક્ટરના પ્રદર્શનનું આયોજન કર્યું છે. જેમાં 22 દેશોનાં પ્રતિનિધિઓ સાથે સાત લાખથી વધુ લોકો તેની મુલાકાતે આવશે. આ સમિટ પૂર્વે પ્રમોશનલ કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે વિગતો આપતાં સરદારધામના પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયા એ જણાવ્યું હતું કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના હેતુ સાથે કાર્યરત્ સરદારધામ દ્વારા ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’(GPBS-2020) તા.3 થી 5 જાન્યુઆરી, 2020 ના રોજ આયોજન થઈ રહ્યું છે. આ સમિટમાં 22,000 બિઝનેસમેનો ઉપસ્થિત રહેશે.

તેમણે જણાવ્યું કે વ્યાપાર ઉદ્યોગ અને રોજગાર એમાં જ છે સર્વ સમાજનો ઉધ્ધાર, આ સમિટના મુખ્ય ત્રણ G ઉદ્દેશો છે, તેમાં પ્રથમ છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ (GPBS) સમાજમાં નવા ઉદ્યોગસાહસિકો તૈયાર કરવામાં મદદરૂપ થવું. બીજું છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO) જેમાં એકબીજા સાથે નેટવર્કિંગ દ્વારા વેપાર-ઉદ્યોગમાં પરસ્પર ઉપયોગી થવું, ત્રીજું છે GPSC અને UPSC તાલીમ કેન્દ્રો શિક્ષિત અને દીક્ષિત યુવાનોને રોજગાર અપાવવામાં મદદરૂપ થઈ વિકસિત બનાવવાનો હેતુ છે. ગત GPBS સમિટ-2018 કરતાં પણ આ સમિટમાં સાત લાખથી વધુ મુલાકાતીઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. જ્યારે પાટીદારોની પ્રગતિના પ્રતિબિંબ સમાન એક હજારથી વધુ સેક્ટર સ્પેશિફિક સ્ટોલનું એક્ઝિબિશન થશે.

જેમાં દક્ષિણ ગુજરાતે બે ડોમ લીધા છે, જ્યારે ઉદ્યોગજગતના અગ્રણીઓની ઉપસ્થિતિ રહેશે. સાથોસાથ આર્થિક વિકાસના મુદ્દાઓ પર ખ્યાતનામ વક્તાઓનો વિશેષ સેમિનાર યોજાશે. જ્યારે મહિલા ઉદ્યોગ સાહસિક અને એગ્રિકલ્ચર, ડેરી પ્રોડક્ટ્સ માટેના સ્ટોલમાં 50 ટકાનું વળતર અપાશે. અન્ય સમસ્ત સમાજના ઉદ્યોગ સાહસિકો માટે 10 ટકા એક્ઝિબિશન સ્ટોલની ફાળવણી થશે અને તેઓ આ સમિટમાં વિશેષ આમંત્રણથી મુલાકાત લઈ શકશે. તેમજ ભાગ લઇ શકશે.

સરદારધામ, વૈષ્ણોદેવી સર્કલ, એસ.પી.રિંગરોડ ખાતે ભારતની સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ દ્વિતીય ક્રમની ઊંચાઈ ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની 40 ફૂટ ઊંચી અને પ્લેટફોર્મ સાથે 50 ફૂટ ઊંચાઇ ધરાવનારી બોન્ઝ પ્રતિમાનું નિર્માણ 3.5 કરોડના ખર્ચે થઈ રહ્યું છે. જે સરદારધામનાં પોણા બસો કરોડના પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે. જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.3 જાન્યુઆરી, 2020 ના રોજ કરશે. સરદાર સાહેબ અખંડ ભારતના રચયિતા અને કુશળ રાજનીતિજ્ઞ હતા. તેઓ આ સદીના યુગપુરુષ છે અને સરદારધામના આદર્શ છે. અને આજની યુવાપેઢી તેઓના જીવનમાંથી પ્રેરણા મેળવી શ્રેષ્ઠતા તરફ આગળ વધે તે માટેનો અમારો પ્રયત્ન છે.

તેમણે વડીલો અને શ્રેષ્ઠીઓને આહવાન કર્યું હતું કે શેર પેદા કરવા પોતાનો શેર અર્થાત આર્થિક ઉપાર્જનનો હિસ્સો સમજણપૂર્વક વાપરવો જોઈએ એજ સમય અને સમાજની માંગ છે. તાપી થી વાપી જ્યાં કોઈનાં રહે બાકી તેઓ ગોલ્ડન કોરીડર છે.સુરતમાં સહુની લાગણી અને માંગ સ્વીકારી GPBS 2022 સુરતમાં યોજાશે ની જાહેરાત થઈ હતી, શ્રી ગોવિંદભાઈ ધોળકીયા એ જણાવ્યું હતું કે યુવાનો ને હવે ખરા અર્થમાં ખરો ટ્રેક મળ્યો છે, GPBS માં ત્રણ દિવસની મુલાકાત લઈ ભાગ લેવો એ આખા વર્ષનાં કોલેજમાં મળતું નોલેજ કરતા પણ સવિશેષ છે. શ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે માત્ર સમાજ વિકાસ નહીં પરંતુ રાષ્ટ્રનિર્માણનું સ્વપ્નું અને યુવાનોના સર્વાગી વિકાસ સાથે મક્કમપણે લઈ ચાલતી સંસ્થા એટલે સરદારધામ, યુવા બિઝનેસમેન ને યોગ્ય પ્લેટફોર્મ આપવાનું નક્કી કર્યુ છે અને એ દિશામાં આગળ વધી રહ્યાં છીએ. રાષ્ટ્રનાં નવનિર્માણમાં સરદારધામ નવો રાહ ચીંધી રહીયું છે, કાર્યક્રમ અંતે આભારવિધિ શ્રી દિનેશભાઈ નાવડીયા દ્વારા થઈ હતી, કાર્યક્રમનું સંચાલન મનિષભાઈ કાપડિયા દ્વારા થયું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: