સુરતના વરાછામાં કેન્સરગ્રસ્ત પીડિતો માટે ચાર મિત્રોએ સોશિયલ મીડિયા થકી પહેલ કરી અને 3 માસમાં 80 લાખ ભેગા કર્યા  

કાપોદ્રાની ભગવતીકૃપા સોસાયટીમાં રહેતા ચાર કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરી 10 પરિવારને 80 લાખથી વધુની મેડિકલ સહાય પહોંચાડી છે. મનસુખભાઇ આસોદરિયા અને તેમના મિત્ર સુરેશભાઈ કથીરિયા, વસંતભાઇ ઠૂંમર ( લક્ષ્ય ટી.વી.) તથા મહેશભાઇ ભુવા (શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – ફેસબુક પેઇજ સંચાલક) વગેરેના ગ્રુપમાં એક ચર્ચા થઈ હતી કે, સોસાયટીમાં સામાન્ય પરિવારના રવજીભાઈ સાવલિયા કેન્સરથી પીડિત છે.

જેથી અમે બન્ને મિત્રોએ પોતાની યથાશક્તિ રકમ આપી અને સોશિયલ મીડિયામાં યથાશક્તિ મદદરૂપ થવા વિનંતી કરતો મેસેજ ફરતો કરતા માત્ર બેથી ત્રણ દિવસના સમયમાં 25 લાખ જેવી માતબર રકમ ભેગી થયા બાદ સમાજના આગેવાનો, દાતાઓ અને બધાને એક રીક્વેસ્ટ કરવી પડી કે, હવે પછી કોઈએ દાન આપવાની જરૂર નથી. તે પરિવારને 5 લાખની આશા હતી પણ તેમને 25 લાખ જેવી રકમ મળી હતી. તે દરમિયાન એક કેન્સરગ્રસ્ત દંપતી ધ્યાનમાં આવતા અમે તેઓના માટે પોસ્ટ મૂકી તેઓને પણ 7 લાખ આપ્યા હતા. સૌપ્રથમ શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ ફેસ બૂક પેઇજ પર  પોસ્ટ મુકતા પહેલા અમે અમારા ખિસ્સામાંથી પહેલું દાન જાહેર કરીએ પછી બાકીના બધા જ મિત્રોમાં દાન લખાવતા ગયા. અને અમૂક દાતાઓ ઓનલાઇન ટ્રાન્સફર આપતા હતા અને તેઓ એમોએ મુકેલ પોસ્ટમાં કમેંટમાં સ્ક્રીન શૉટ પણ મોકલેલ હોય ,આ કાર્યની સૌથી મોટી વાત એ હતી કે કોઈપણ પાસે દાન ઉઘરાવતા ન હતા.

સોશિયલ મીડિયા પર મેસેજ વહેતો કર્યો અને દાતાઓ વહારે આવ્યા

જરૂરિયાતમંદોને પહોંચે તે ખૂબ જ મોટી વાત

લગભગ છેલ્લા 3 મહિનામાં અમને આવા 10 પરિવારોને મદદરૂપ થવાની તક મળી છે. આ મંદીના માહોલ વચ્ચે પણ માત્ર 3 મહિના જેવા ટૂંકા ગાળામાં 80 લાખ જેવી માતબર રકમ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચે તે ખૂબ જ મોટી વાત છે. અમે કલ્પના પણ કરી ન હતી કે, એક સામાન્ય વાતચીત દરમિયાન આટલું મોટું સેવાકાર્ય થઈ શકશે. દરેક પરિવારને દાતા તરફથી સીધું જ દાન પ્રાપ્ત થયું હતું બસ અમારે માત્ર આંગળી ચીંધ્યાનું પુણ્ય પ્રાપ્ત કરવાનું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: