ક્યાંથી ક્યાં પહોંચી ગયા આપણે..??

મિત્રો, આખા વિશ્વમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો છે. આપણાં ગામડાં પણ એનાથી બાકાત નથી.

પરિવર્તન એ સંસારનો નિયમ છે એ વાત સાચી, પરંતુ ક્યારેક પરિવર્તન કેટલીક ઉપાધીઓ લઈને પણ આવતું હોય છે. અથવા તો ક્યારેક આપણે પરિવર્તન સાથે આપણી જાતને અનુકૂળ કરી શકતા નથી.

પરિવર્તનના પવન સાથે વહેવું જ પડે. પરંતુ ક્યારેક કુદરતના નિયમોની વિરુધ્ધ જઈને આવેલું પરિવર્તન થોડો સમય આપણને સુખનો અહેસાસ કરાવી શકે છે. જ્યારે એનાં માઠાં પરિણામ ભોગવવાનાં આવે ત્યારે જૂની બાબતોનું મહત્વ સમજાવા લાગે છે.

આપણા પૂર્વજોએ જીવન જરૂરિયાત માટેના જે કુદરતી રસ્તાઓ અપનાવ્યા હતા તે કેટલા સુખકારી અને કુદરતી હતા ! તો ચાલો એવી ઘણી બાબતોને અહીં જાણવાનો પ્રયત્ન કરીએ.

(1) કૂવો :– કૂવો એ ગામડામાં પાણીનો મુખ્ય સ્રોત હતો. કૂવામાં પાણી કુદરતી કીતે જ જમીનમાં ગળાઈને આવતું. ઉપરાંત જમીનની કેટલીક ઔષધિઓ પણ તેમાં ભળતી. કૂવાનું પાણી ભલે મેલું હતું પરંતુ એ પાણી પી ને વડવાઓ 100 વરસ જીવી જતા હતા.

અત્યારે RO નું પાણી પીવાનું પરિવર્તન આવ્યું છે. એક તારણ મુજબ RO નું પાણી પીવાલાયક જ નથી. કહેવાતું આ શુધ્ધ પાણી પી ને લોકો 40 વર્ષમાં જ ઘરડા થવા લાગ્યા છે.

(2) ઘાણી :– ઘાણીથી પીલીને કાઢવામાં આવેલું તેલ જે તે બીજનાં તમામ પૌષ્ટિક તત્વો સાથે અકબંધ રહેતું. જેનો સીધો લાભ આપણી તંદુરસ્તીને મળતો. આ તેલ ખાઈને લોકો ઘડપણમાં પણ અથાક મહેનત કરી શકતા હતા.

આજે ફિલ્ટરનો જમાનો છે. પણ શું ફિલ્ટર એની કોઈને સમજ નથી. ફિલ્ટર તેલમાં માત્ર પ્રવાહી જ બચે છે. તેલનાં તત્વો તો હોતાં જ નથી. જેને ખાઈને આપણે આજે હાંફતી જીંદગી જીવવા મજબૂર બન્યા છીએ.

(3) સિંધાલૂણ :– આ એક કુદરતી પદાર્થ છે. તેને બનાવવા માટે કોઈ જ પ્રક્રિયા કરવી નહોતી પડતી. જમીનમાંથી કે પહાડોમાંથી સીધું જ આ મીઠું મળતું. જેના ઉપયોગથી શરીરને કોઈ નુકસાન નહોતું થતું. બિમારી હમેશાં દૂર રહેતી.

આજે આયોડિનયુક્ત મીઠું ખાઈને આપણે ગર્વ અનુભવીએ છીએ. મોટા ભાગના રોગોનું મૂળ હોય તો તે આ ઝેરી મીઠું છે. આજે સૌથી વધુ ફેલાયેલી બિમારી “બ્લડપ્રેશર” તે આ કૃત્રિમ મીઠાની જ દેણ છે.

(4) દાતણ :– દાતણથી અનેક ફાયદા થતા. એને કૂચો કરવા માટે ચાવવું પડે એટલે દાંત અને પેઢાંને કસરત મળતી. એના રસથી પેઢાં મજબૂત થતાં અને રોગનાં જીવાણુંઓનો નાશ થતો. આ ઉપરાંત કોલસો અને મીઠાથી દાંત સાફ કરવામાં આવતા. જે કુદરતી રીતે દાંતને મજબૂત અને ચમકતા રાખનારી વસ્તુઓ હતી. 80 વરસ સુધી પણ ચાવીને ખાઈ શકાય તેવા દાંત રહેતા.

આજે સુરક્ષાની બ્રાન્ડવાળી અનેક પેસ્ટ બજારમાં મળે છે. જેનો ઉપયોગ કરવાવાળા પણ દવાખાનાનાં ચક્કર ખાતા દેખાય છે.

(5) વૈદ્ય :– જૂના જમાનાનો ડૉક્ટર એટલે વૈદ્ય. કુદરતી કોઠાસૂઝથી નાડી પકડીને જ રોગનું નિદાન કરી દેતા. અને એ પ્રમાણે એના ઉપચાર પણ કરવામાં આવતા.

આજે અનેક ઉપકરણો હોવા છતાં ક્યારેક સાચો રોગ જ જાણી શકાતો નથી.

(6) પ્રસૂતિ :– પહેલાંના જમાનામાં 7-8 બાળકોને કુદરતી જન્મ આપનારી માઁ 80 વરસની ઉંમરમાં પણ ખેતીનું કામ કરી શકતી હતી. પ્રસૂતિ પણ દાયણ દ્વારા નોર્મલ કરાવવામાં આવતી.

આજે પહેલા માસથી જ ડોકટરની દેખરેખ હેઠળ સારવાર લેવામાં આવે છે. આમ છતાં નોર્મલ ડીલીવરીની કોઈ જ ગેરંટી નહી.

(7) દેશી ગોળ :– દેશી કાળો ગોળ એ કોઈ મિઠાઈ કરતાં સહેજ પણ ઉતરતો નહોતો. કુદરતી ગળ્યો એનો સ્વાદ.. એમ થાય કે ખાધા જ કરીએ. દરેક મિઠાઈમાં દેશી ગોળનો ઉપયોગ થતો. આવી મિઠાઈ ભરપેટ ખાવાથી પણ કોઈ જ આડઅસર જોવા મળતી નહોતી. આ ગોળ શકિતવર્ધક પણ હતો.

આજે નકલી પ્રોસેસથી બનેલો ગોળ અને ખાંડ ખાઈને લોકો ડાયાબિટિસના ભોગ બનતા જાય છે. વળી સફેદ ગોળ અને ખાંડ તો એક પ્રકારનું ઝેર જ છે.

(8) અરીઠા :– કપડાં ધોવા કે માથું ધોવા માટે અરીઠાનો ઉપયોગ થતો. જેનાથી ચોખ્ખાઈની સાથે સાથે કોઈ આડઅસર થતી નહી. વનસ્પતિનાં કુદરતી તત્વો સીધાં જ મળી રહેતાં હોવાથી માથાના વાળ પણ 50-60 વરસ સુધી કુદરતી કાળા અને રેશમી રહેતા.

અત્યારે કેમિકલયુક્ત સાબુ અને શેમ્પૂનો ઉપયોગ કરવાનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે. એનું પરિણામ પણ આપણે ભોગવી જ રહ્યા છીએ. વાળ પણ અકાળે ધોળા થઈ જવા, ચામડીના રોગો વગેરે આ પ્રોડક્ટની જ દેણ છે.

(9) ખાટલો :– ખાટલાની જાળીની બનાવટ જ સહેલાઈથી હવા મળી રહે એવી હોય છે. વળી એની ઉપર દેશી ગોદડું પાથરવામાં આવે. ઊંઘમાં પણ શરીરના રૂંવે રૂંવે હવા મળી રહેતી. આવી પથારીમાં ઊંઘવાથી હાડકાંના રોગ પણ નહોતા થતા.

આજના પલંગ અને ગાદલાં સુખ સાહ્યબી દેખાડવા માટે બરાબર છે. પરંતુ આપણા શરીર માટે લાભકારક નથી. કરોડરજ્જુ અને અન્ય હાડકાંના દુખાવાનું મુખ્ય કારણ પણ આવી નકલી પથારીઓ જ છે.

(10) વાસણો :– પહેલાં લોકો તાબા, પિત્તળ, કાંસાનાં વાસણોનો ઉપયોગ કરતા હતા. આ ધાતુઓ આપણા શરીરને બિનનુકસાનકારક હતી. એમાં બનાવેલી રસોઈનાં તત્વો જળવાઈ રહેતાં. લોખંડ ગરમ કરીને બનાવેલું કઢિયેલ દૂધ શરીરને તંદુરસ્તી આપતું. માટીનાં વાસણોમાં રસોઈ સ્વાદિષ્ટ બનતી.

આજે એલ્યુમિનિયમ અને સ્ટીલનો જમાનો છે. એમાંય એલ્યુમિનિયમ તો કેન્સર જેવા રોગોને નોંતરે છે. સ્ટીલનાં વાસણોમાં રસોઈનો અસલી ટેસ્ટ મરી પરવારે છે.

** આવી તો અનેક બાબતો છે કે જેને બદલીને આપણે પોતાની જાતને નુકસાન જ કરી બેઠા છીએ. આજે પ્લાસ્ટિકનું ચલણ વધ્યું છે. જે માત્ર માનવજાત માટે જ નહીં પરંતુ પૃથ્વી પરનાં તમામ જીવો માટે મૃત્યુનો ઘંટ વગાડી ચૂક્યું છે.

આપણા વડવાઓ ગમાર ચોક્કસ હતા, પરંતુ મૂર્ખ તો નહોતા જ. કુદરતની સાથે સંતુલન સાધીને કુદરતી આનંદ સાથે જીવતા હતા. એમને કોઈ મેડિટેશન કે લાફીંગ ક્લબોમાં જવાની જરૂર જ નહોતી પડતી. આજના પરિવર્તને આપણને કૃત્રિમ જીંદગી જીવવા માટે મજબૂર કરી દીધા છે.

એટલે જ તો અહીં કહેવાનું મન થાય કે –

“OLD IS GOLD”

લખનાર- દિનેશ સી. પ્રજાપતિ ..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: