સુરત શહેર સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં આજે સુરત શહેર સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરમાં પંદર મિનિટના ટૂંકા ગાળામાં અડધા ઈંચથી વધુ 18 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લાના બાકીના તાલુકા કોરા રહ્યા હતા. સુરત સહિત ખાસ કરીને તટિય વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે શહેરમાં આજે વિવિધ વિસ્તારોમાં પંદરથી વધુ વૃક્ષો ધરાશયી થઈ ગયા હતા. જ્યારે વાહનચાલકો સહિત રસ્તે પસાર થતાં લોકોએ પણ રોડની સાઈડ ઉપર દોડવાની નોબત સર્જાઈ હતી.

પાછોતરા એક મોટા મિની વાવાઝોડા ટાઈપના ઝાપટાંને કારણે શહેરના નીચાણવાળા વિવિધ વિસ્તારોમાં થોડો સમય પાણી ભરાયા હતા. જો કે દિવસભર અસહ્ય ગરમી રહ્યા બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખાસ કરીને શહેરમાં આજે સમગ્ર દિવસ તાપમાન ૩૫.૦ અને ન્યૂનતમ સામાન્યથી ત્રણ ડિગ્રી ઊંચું 26.0 ડિગ્રી ચાલી રહ્યું છે. આ સંજોગોમાં દિવસે ગરમી અને રાત્રે ઉકળાટનો માહોલ છવાયો છે.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ દેશમાં ઉતર પિૃમ ભાગોમાં એન્ટી સાઈકલોન સિસ્ટમ સર્જાવા પામી છે, જેને કારણે હવામાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ સંજોગોમાં આગામી બે દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ રહ્યા બાદ એકંદરે ચોમાસાની વિદાય રેખા અંકાવાની શરૂઆત થશે.

જ્યારે ઉકાઈ ડેમની સપાટી આજે સાંજે 345.03 ફૂટ નોંધાઈ હતી અને પાણીની આવક અને જાવક બંને 28,000 કયુસેક નોંધાઈ હતી. સાથે જ તાપી નદીના ઉપરવાસના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં બાદ કયાંય ભારે વરસાદ નોંધાયો ન હતો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: