“ગાજરની પીપુડી” વાગે ત્યાં સુધી વગાડવાની અને નાં વાગે ત્યારે ખાઈ જવાની. રૂઢિપ્રયોગ અંગ્રેજી કહેવત “Use and Throw” જેવો જ છે. કોઈ નો ઉપયોગ કરવા નો અને કામના નાં રહે એટલે સાઈડ પર મૂકી દો અથવા ફેંકી દો. આજનાં ગ્લોબલ વોર્મિંગ થી બચવાના ઉપાયો અને પર્યાવરણ ને નુકશાન નહીં કરવાનાં પ્રયત્નો માટે આખું જગત ચિંતન કરી રહ્યું છે તેમાં એક વિચાર, ઉપાય, પ્રયોગ હંમેશા સૌથી આગળ હોય છે અને તે છે રિસાકલિંગ અર્થાત્ કોઈપણ ચીજનો ઉપયોગ એક કરતાં વધુ વખત કરવો.
અહીં આપણે આ રૂઢિપ્રયોગ ” ગાજર ની પીપુડી” ને ગુજરાત વન વિભાગ દ્વારા ખુબ જ અસરકારક રીતે સાકારિત કર્યો છે.
ગુજરાત વન વિભાગ દ્વારા “સીડ પેન્સિલ” તૈયાર કરવામાં આવી છે. આશ્ચર્યજનક લાગે, અસંભવ લાગે પરંતુ આ સત્ય છે. વનવિભાગ દ્વારા “Seed Pencil” તૈયાર કરવામાં આવી છે.
આ સીડ પેન્સિલ જ્યાં સુધી લખી શકાય ત્યાં સુધી લખવામાં ઉપયોગ કરવાનો અને લખી શકાય નહીં એટલી નાની થઈ જાય એટલે જમીન માં દાટી/વાવી દેવાની. અત્યંત સાવધાનીપૂર્વક આ સીડ પેન્સિલ બનાવવામાં આવી છે. આ સીડ પેન્સિલ માં એ વિશેષ ધ્યાન રખાયું છે કે કેટલી નાની થયાં બાદ પેન્સિલ થી લખવામાં તકલીફ પડે છે અને ફેંકી દેવામાં આવે છે તેથી જે કટકો ફેંકી દેવાની નોબત આવે છે ત્યાં જ પેન્સિલ નાં છેડે જુદા જુદા વૃક્ષ, છોડ, ક્ષુપ નાં બીજ ચોક્કસ પદ્ધતિ થી મુકવામાં આવ્યાં છે. ઉપરાંત પેન્સિલ માં ક્યાં ઝાડ, છોડ, ક્ષુપ નાં બીજ છે એ પણ લખવામાં આવ્યું છે. સીડ પેન્સિલ ક્યાંથી મળી શકે છે તે પણ લખવામાં આવ્યું છે.
કેવી રીતે સીડ પેન્સિલ ને ઉગાડવાની એ પદ્ધતિ પેન્સિલ નાં બોક્સ ઉપર સામાન્ય વ્યક્તિ પણ વાંચી શકે તે રીતે ગુજરાતી ભાષા માં સુચિત કરવામાં આવ્યું છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.