કુદરતી મધના અઢળક છે ફાયદા

દરેક વ્યક્તિએ વર્ષ દરમિયાન સાત કિલો મધ ખાવું જોઈએ.એમ આયુર્વેદ સ્પષ્ટ કહે છે.કારણ મધના ફાયદા અપાર છે. સરેરાશ ગુજરાતી વર્ષ દરમિયાન ૨૦૦ ગ્રામ મધ પણ ખાતો નથી તે બાબત બહુ દુખદ છે.મધનો સ્વાદ લગભગ બધાને જ ગમતો હોય છે અને મધ હંમેશાથી રસોડામાં ઉપયોગમાં લેવામાં આવે છે અને એનો એક સ્વાદિષ્ઠ પદાર્થ તરીકે ઉપયોગ થાય છે અને સદીઓથી મધનું સ્થાન એક મહત્વપૂર્ણ ઔષધી તરીકે પણ છે. સદીઓ પહેલા પણ લોકોને મધથી થતા ફાયદાઓ ખબર હતા અને એક ઔષધી જેમ મધનો ઉપયોગ સૌથી પહેલા સુમેરી માટીની ટેબલેટ તરીકે થતો હતો.અને તે આશરે ૪૦૦૦ વર્ષ જુની વાત છે અને સુમેરી સારવારમાં મધનો જ ઉપયોગ કરવામાં આવે છે.મધ ભારતમાં પણ સદીઓથી સિદ્ધ અને આયુર્વેદિક સારવારમાં મહત્વનું સ્થાન ધરાવે છે , અને જે પણ સારવારની પારંપરિક પદ્ધતિઓ રહેલી છે

એમાં પ્રાચીન કાળથી જ મધનો ઉપયોગ ત્વચા અને આંખોની બીમારીઓમાં થતો હતો અને જયારે પણ કોઈ ઈજા થઇ હોય કે દાઝ્યા હોય તો એના પર કુદરતી બેન્ડેઝ તરીકે મધને લગાવાતું.આજના યુગમાં પણ સારવાર ડિપાર્ટમેન્ટમાં મધ ઉપર ઘણી વેજ્ઞાનિક શોધખોળ હજી પણ ચાલે જ છે અને એ શોધમાં આપણા પૂર્વજોએ જે પ્રયોગો કર્યા હતા એની સાબિતી પણ આપી રહ્યું છે ચાલો તો આજે આ લેખના માધ્યમે મધના કેટલાક ફાયદા જણાવીએ.અમે તમને સુતા પહેલા ફક્ત ૧ ચમચી મધ લેવાથી જે બેસ્ટ ફાયદા મળે છે એના વિષે જણાવવાના છીએ. એનાથી તમે આજની જે જીવનશૈલી છે એમાં પણ ઘણી એવી સમસ્યાઓમાં રાહત મેળવી શકશો. એવી કેટલીક સમસ્યાઓ છે જેમ કે કબજિયાત, ઊંઘ ન આવવી કે અનિંદ્રા અને નસકોરા બોલવા વગેરેને પણ આ કુદરતી ઉપાયથી જ દુર કરી શકાય છે, અને એ પણ ફક્ત ૧ ચમચી મધની મદદથી. તો ચાલો વિગતે જાણી લઈએ.

રાત્રે સુતા સમયે મધનું સેવન કરવાના ફાયદા :

અનિન્દ્રા કે ઊંઘ ના આવવી :

જો તમારામાંથી કોઈ એવું છે કે અનિન્દ્રા કે ઊંઘ ન આવવાની તકલીફ છે તો તમારા માટે મધ ખુબજ સારો વિકલ્પ હોઈ શકે છે એનું કારણ છે કે મધ એ તમારા માટે કોઈ સંજીવની કરતા ઓછું હોતું નથી. જો તમારે આ સમસ્યામાંથી છુટકારો મેળવવો છે તો એના માટે તમારે રાત્રે સૂતી વખતે ફક્ત ૧ ચમચી મધ જ લો અને પછી સુઈ જાઓ. સાચે જ તમને વિશ્વાસ નહિ આવે કે તમને ઊંઘ એવી સરસ આવી જશે કે તમે જે પડખે સુતા હશો તે પડખે જ તમારી સવાર પડી જશે અને આ પ્રયોગ તમારે ઓછામાં ઓછું ૧ મહિના સુધી કરવાનો છે.

નસકોરાની (snoring) તકલીફને દૂર કરે :

કેટલાક લોકોને ખુબજ નસકોરા બોલતા હોય છે અને તેઓ નસકોરા (snoring)ની તકલીફથી ઘણા જ દુ:ખી પણ થતા હોય છે. આપણી શ્વાસની નળી અને નાકમાં જયારે કોઈપણ પ્રકારની અડચણ ઉભી થાય ત્યારે આપણે સુઈએ તો નસકોરા (snoring) બોલવા લાગેછે અને નસકોરા બોલતા હોય એના લીધે બીજા બધાને પણ ઘણી જ સમસ્યાઓ થતી હોય છે. જેના નસકોરા બોલતા હોય તો એમને પણ આરોગ્યની તકલીફ ઉભી થઇ શકે છે. અમે જે નસકોરા બંદ કરવાની રીત જણાવીશું તે ખુબજ સરળ છે. રોજ સુઈએ એ પહેલા જો એક ચમચી મધ પીવામાં આવે તો ગળાની નસોને પણ આરામ થાય છે અને નસકોરા (snoring) બોલવાની તકલીફ પણ દુર થાય છે.

પથારીમાં પેશાબ થઇ જવો :

કેટલાક બાળકો રાત્રે સુતા હોય ત્યારે જ પથારીમાં પેશાબ થઇ જતો હોય છે. આને એક બીમારી જ કહેવાય છે. જો રાત્રે સુતા પહેલા મધનું સેવન કરાવીએ તો બાળકોને ઊંઘમાં પેશાબ નથી થઇ જતો.

કબજીયાત :

જે લોકોને હંમેશા સવારે પેટ સાફ ના થતું હોય અને કબજીયાતની પણ સમસ્યા રહેતી હોય છે, તો એ લોકોએ પણ રત્ન સુતા સમયે ૧ ચમચી મધ (જે કુદરતી મધ હોય) લઈને સૂવું જોઈએ. જો આ ઉપાય કરવામાં આવે તો થોડા ક જ દિવસોમાં તમારી પેટ સાફ ના રહેવાની અને કબજિયાતની તકલીફોમાંથી પણ છુટકારો મળે છે.

પેટનો દુ:ખાવો :

જો એક ચમચી શુદ્ધ મધને ઠંડા પાણીમાં ઉમેરીને પીવામાં આવે તો પેટના દુ:ખાવામાં ખુબજ આરામ થાય છે.

માથાનો દુ:ખાવો :

જેમને માથાનો દુઃખાવો રહેતો હોય એમણે માથા પર શુદ્ધ મધનો લેપ કરવો જોઈએ. આવું કરવાથી થોડાકે જ સમયમાં તમારો માથાનો દુ:ખાવો દુર થાય છે. તો આ ઉપાય માટે અડધી ચમચી મધમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને માથા ઉપર લગાવી લેવું જોઈએ. ઘી અને મધ જયારે સુકાઈ જાય પછી ફરી એક વાર લેપ કરી લેવો જોઈએ.

મધના શક્તિવર્ધક ગુણ :

એક કપ દૂધ લો એમાં એક ચમચી મધ ઉમેરીને સવારના સમયે પિવામાં આવે તો તમારી શક્તિમાં વધારો થાય છે.

હાઈબ્લડપ્રેશર :

હાઈબ્લડપ્રેશરના દર્દીઓએ બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને સવાર સાંજ દિવસમાં બે થી ત્રણ વખત પીવું જોઈએ અને એમ કરવાથી ઘણો જ લાભ મળે છે.

કાનનો દુ:ખાવો :

જાણી લ્યો કે, જો કાનમાં મધ નાખવામાં આવે તો કાનનું પરું અને કાનનો દુ:ખાવો પણ દુર થાય છે.

આધાશીશી (માઈગ્રેન) :

જે વ્યક્તિને માઈગ્રેનની તકલીફ હોય એમાં દર્દીને સૂર્ય ઉગે એટલે દુ:ખાવો વધે અને ઢળે ત્યારે માથાનો દુ:ખાવો ઓછો થાય છે તો જયારે માથામાં જે બાજુએ દુ:ખાવો થતો હોય એની બીજી બાજુ અને નાકના નસકોરામાં જો એક ટીપું મધ નાખવામાં આવે તો માથાના દુ:ખાવામાં રાહત થાય છે. તો એવા દર્દીઓએ દરરોજ ભોજનના સમયે બે ચમચી મધ લેવું જોઈએ એમ કરવાથી અડધા માથામાં દુ:ખાવો અને જો ઉલટી થતી હોય એ બંધ થઇ જાય છે.

મધની થતી સાઈડ ઇફેક્ટ્સ

જાણી લો કે જો વધારે પ્રમાણમાં મધનું સેવન કરવામાં આવે તો તેનાથી નુકશાન પણ થઇ શકે છે. અને પેટમાં આમ તીસાર રોગ પણ ઉત્પન્ન થાય છે અને વધારે તકલીફ પણ થાય છે અને તેનો ઈલાજ ખુબજ અઘરો હોય છે. તેમ છતાં જો મધના સેવનથી કોઈ સમસ્યા થાય છે તો ૧ ગ્રામ ધાણાનું ચૂર્ણ લેવું જોઈએ અને સાથે જ વીસ ગ્રામ દાડમના સિરકા પી લેવા જોઈએ. 

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: