લે !! બસ કરને !!.બા ; હવે !
કશું જ સહન કરીશમાં ; હવે
ચાલશે,ફાવશે અને ભાવશે એવા
શબ્દોનું રટણ કરીશ ના હવે !
શું શરીર તારું કદી થાકતું નથી?
શુ તને કદી કોઈ દુ:ખ લાગતું નથી?
જીવનભર જીવી તું અન્યને કાજ
શું તારા માટે જીવવું તને ફાવતું નથી!!
એ બધુ શીખી જાને !!બા ; હવે
લે !! બસ કરને !!.બા ; હવે !
તારુ ઘર એ જ તારું તીરથ ધામ
તારી સેવા આગળ ભક્તિનું શું કામ?
ઢળતી ઉંમરની ઓગળતી સાંજે
તારે હજીયે કરવાના બાકી છે કામ
હવે તો બેસ!! કહેતી નઈ ના હવે !
લે !! બસ કરને !!.બા ; હવે !
ઘરનો હિસાબ તારી આંગળીના ટેરવે
કામની લાહ્યમાં કદી માળા ના ફેરવે
નાનકડાં કામ સારું દોડતી રહેતી તું
બે ઘડી પગને જમીને ના ઠેરવે
પગનાં દુ:ખાવાને અવગણીશમાં હવે!!
લે !! બસ કરને !!.બા ; હવે !
ચિંતા અને ઉદાસીના હેંતકના ભારે
આંખો બની ગઈ છે ખાડી
ચામડીએ પડેલી એકએક કરચલી
ખાય છે આખા જીવતરની ચાડી
બસ!જરીયે અફસોસ કરીશ માં હવે
લે !! બસ કરને !!.બા ; હવે !
જાણુ છું બધુ સહેવાની તને
આદત થઈ ગઈ છે હવે
ડહાપણની બધીય વાતો તો
નાહક થઈ ગઈ છે હવે
પણ બદલાઈ જા ને !!બા..
જરીયે મોડું કરીશમાં હવેેે
લે !! બસ કરને !!.બા ; હવે !
-“રોશન” કિરણ જોગીદાસ
(સાભાર copy)
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.