પુર્વ કુલપતિ ડો.કનુભાઇ માવાણીનું સુરતમાં પંચામૃત પંચોતેર નું આયોજન કરી વૃક્ષારોપણ -રકતદાન કરાયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.કનુભાઇ માવાણીના ગઇકાલે જન્મદિને પંચામૃત પંચોતેર કાર્યક્રમ યોજાયો હતો.

શહેરનાં ભુતપૂર્વ મેયર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ તેમજ પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઇ માવાણીનાં ૭૫માં જન્મદિવસનો ઉજવણી પ્રસંગે પંચામૃત- પંચોતેરનાં કાર્યક્રમનું આયોજન કરાયું કરવામાં આવ્યું હતુ.

શહેરનાં પૂર્વ મેયર અને શિક્ષણવિદ એવા ડો. કનુભાઇ માવાણીનીજન્મભુમી ગારીયાધારથી કર્મભુમી સુરત સુધીની સંઘર્ષમય જીવનયાત્રાનાં ૭૫ વર્ષ નિમિત્ત્।ે આજે તેમનાં જન્મ દિવસ ર ઓકટોબરનાં રોજ માવાણી અભિવાદન સમિતિ દ્વારા સ્વામી આત્માનંદ સરસ્વતીવિધ્યાસંકુલનાં કેમ્પસમાં પંચામૃત પંચોતેરનાં કાર્યક્રમનું આયોજન  હતુ. જેમાં રકતદાન શિબિર, ૭૫ જેટલા ઔષધિય વૃક્ષોનું વાવેતર. અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કનિદૈ લાકિઅ પૂર્વ કુલપતિ ડો.દક્ષેશ ઠાકરનાં પ્રેરણાત્મક વકતવ્યનું આયોજન કરવામાંઆવ્યું હતુ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને સુરતના  પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય તેમજ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા ડોકટર કનુભાઈ માવાણીના ૭૫  માં જન્મદિવસ નિમિત્ત્।ે પંચામૃત ૭૫ નો  કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ૭૫ વર્ષની ઉજવણી નિમિત્ત્।ે ૭૫ વૃક્ષોનું રોપણ અલગ- અલગ જગ્યાએ કર્યું હતું. ઉપરાંત ૭૫ પરિવાર દ્વારા રકતદાન શિબિરમાં પણ ૭૫ બોટલ રકત એકત્ર થયું હતું.

વૃક્ષારોપણ રકતદાન શિબિર તેમજ પ્રેરણાત્મક વકતવ્યમાં યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકરે જણાવ્યું હતું કે, અડચણોની વચ્ચેથી મુશ્કેલીઓની વચ્ચેથી નવી ચેતનાઓની કેડી શોધવી તે કામ મુશ્કેલીભર્યું છે અને તે મુશ્કેલીભર્યું કામ કનુભાઈ માવાણીએ પાર પાડ્યું હતું, આટલા બધા ક્ષેત્રમાં કોઈપણની ઈર્ષાનો ભોગ બન્યા વિનાં કામ કર્યુ તે ખૂબ જ મુશ્કેલ કહેવાય. સુરતમાં આવીને હીરા ઘસવાના કામથી લઈને કુલપતિ, મેયર અને ધારાસભ્ય સુધીની સફર કર્યાનું જણાવ્યું હતું કે, પડતીની ખીણની ઊંડાઈ જેણે જોઈ હોય તેને ચડતીના શિખરો જોઈને વધારે નવાઈ લાગે નહીં. નાનામાંથી ધીમે-ધીમે જે મોટો માણસ બને છે તેનો આનંદ જુદા પ્રકારનો હોય છે. આવા લોકોને સત્ત્।ા કે સંપત્ત્નો નશો ચડતો નથી. આ પ્રસંગે સ્વામી આત્માનંદ સરસ્વતી ટ્રસ્ટના પ્રમુખ બંકિમભાઈ ઠાકર, પૂર્વ ઉપકુલપતિ પ્રેમ શારદા સહિતના સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: