ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે : હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ સ્થળોએ સોમવારે ભારે વરસાદ પડશે. જોકે રવિવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી જેને કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે. આ ઉપરાંત દ્વારકાના ભાણવડમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારે

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, કચ્છના અખાત અને આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સર્જાયેલું છે. જે પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: