ધાનેરાની પ્રીતિ પટેલ રાજ્યની સવા લાખ મહિલાઓને કરાટેની તાલીમ આપી ચૂકી છે

દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી પરંતુ યુવતીઓ સ્ત્રીઓની છેડતી બળાત્કાર અત્યાચારમાંથી સંપૂર્ણ આઝાદી મુક્તિ મળી નથી યુવતીઓ સ્ત્રીઓ અને સ્વરક્ષણની તાલીમ જરૂરી છે માટે સરકારે તો કમર કસી છે. પરંતુ ધાનેરા તાલુકાના નાનકડા ગામની અને છેલ્લા ૨૦ વર્ષથી ગાંધીનગર ખાતે રહેતી પ્રીતિ પટેલ દ્વારા આવી મહીલાઓ અને યુવતીઓની સમસ્યાઓને ઉકેલવા માટે પોતે જાતેજ કરાટેની તાલીમ લીધી હતી અને છેલ્લા ૧૧ વર્ષથી પ્રિતી અન્ય યુવતીઓ અને મહીલાઓને પણ કરાટે-જુડોની તાલીમ આપી રહી છે અને ૧૧ વર્ષમાં સવા લાખ કરતા પણ વધારે યુવતીઓ અને મહીલાઓને તાલીમ આપી ચુકી છે અને અનેક સન્માનપત્રો પણ મેળવી ચુકી છે પ્રીતિ પટેલ.

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના નાનકડા ગામ એવા જાડી ગામે હરજીવનભાઇ હિરાભાઇ પટેલ પોતાના બાપદાદાના ખેતીના ધંધાને છોડી હિરાના ધંધા માટે પાલનપુર આવેલા અને ત્યાં પ્રીિત પટેલનો જન્મ તા. ૨૩ ઓગસ્ટ ૧૯૯૦ના રોજ  થયેલ અને તેમના પિતાજીએ પ્રિતી પટેલને પ્રાથમિક શિક્ષણ આપીને ધો-૫ થી ભણવા માટે ગાંધીનગર ખાતે આવેલ જે.એમ. કન્યા શાળામાં મોકલેલ અને ત્યાં ધો- ૬ થી શાળાના શિક્ષક કિલ્લોલબેન સાપરીયાના માર્ગદર્શન હેઠળ જુડો-કરાટેની તાલીમ લેવાનું શરૂ કર્યુ હતું.

જેમાં તેઓએ પંચ, બ્લોક, ચોપ, પાલ્મ એટેક, ફિંગર એટેક, એલ્બો એટેક વગેરે પ્રકારની કિક તાલીમ મેળવેલ અને સાથે સાથે તેઓએ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન(BCA) ગાંધીનગરથી અને માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન(MCA) નિરમા યુનિવર્સિટી અમદાવાદથી એજ્યુકેશન મેળવેલ તેમજ જુડો કરાટેની તાલીમ લઇ વિવિધ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાં પરંપરાગત થયા બાદ વિચાર્યુ કે માત્ર હું એકલી જ કરાટે શીખી તે કળા માત્ર મારા પુરતી કે મારા સ્વરક્ષણ પૂરતી જ સીમિત ના રહેવી જોઈએ મારી આ કળા અને યુવતીઓ સ્ત્રીઓને શીખવું જેથી તેઓ પણ સમજમાં વધતી જતી છેડતી બળાત્કાર અને ઘરેલું હિંસા જેવી ઘટનાઓમાં વિકૃતિ વૃતિના લોકોનો સામનો કરી શકે. જેથી તેઓ 2008 એમ્પાવરમેન્ટ એકેડેમી નામની પોતાની સંસ્થા થકી ગામડે-ગામડે શાળાઓ, સંસ્થાઓ, પંચાયતમાં જઈ સવા લાખ કરતા વધુ યુવતીઓ અને મફત તાલીમ આપી છે.

ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૬૦૦ જેટલી શાળા અને કોલેજો શાળાઓમાં સવા લાખથી વધુ બહેનોને સ્વરક્ષણની તાલીમ આપી છે તેમ જ પાકિસ્તાન બોર્ડરના છેવાડાના ગામડામાં મહિલાઓ તથા વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ આપી નિર્ભય બનાવવાની સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.

વિદ્યાર્થીનીઓ તેમજ મહિલાઓ આત્મ રક્ષણ કરી શકે તે માટે ક્યાં ક્યાં કોને તાલીમ આપવામાં આવી ?

અસામાજિક તત્વો સામે કઇ રીતે આત્મ-રક્ષણ કરવું તે અંગે વિધાર્થીઓ તેમજ મહિલાઓમાં આત્મવિશ્વાસ કેળવાય તે માટે શારીરિક અને માનસિક રીતે સક્ષમ બની શકે તે માટે તાલીમ આપવામાં આવે છે. જેમાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં, ગ્રામ્ય મહિલાઓને, અમદાવાદ શહેરમાં મહિલા ડ્રાઇવરને, વિવિધ સામાજિક સંસ્થાઓ, સિવિલ હોસ્પિટલમાં નર્સને, પ્રાઇવેટ કંપનીઓની નોકરિયાત બહેનોને જુડો અને કરાટેની તાલીમ અપાઇ છે.

કોનાં કોનાં દ્વારા સન્માન કરાયું ?

વર્ષ-૨૦૧૪માં માન. મંત્રી રમણભાઈ વોરા દ્વારા સન્માન.

બનાસકાંઠા જિલ્લા દ્વારા ૨૬જાન્યુઆરી-૨૦૧૬ના રોજ જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ટ્રોફી દ્વારા સન્માન.

અમદાવાદ ગ્રામ્ય દ્વારા ૧૫મી ઓગસ્ટ-૨૦૧૭ના રોજ જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ટ્રોફી દ્વારા સન્માન  કરાયું

વર્ષ -૨૦૧૭માં માન. મંત્રી જયંતીભાઈ કવાડિયા દ્વારા સન્માન કરાયું.

૯, ફેબ્રુઆરી-૨૦૧૭ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે સ્વ-રક્ષણ તાલીમ બાબતે મુલાકાત.

વર્ષ-૨૦૧૮માં માન. મંત્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા સન્માન.

૮, માર્ચ ૧૯, વિશ્વ મહિલા દિને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) દ્વારા પ્રમાણપત્ર દ્વારા સન્માન.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: