સુરતના ચાર કલાકારોએ વિશ્વના સૌથી ઉંચા શિવમંદિર પર જઇને શિવતાંડવ સ્તોત્ર્મ ગાયું : એંશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન.

સુરતીઓ હંમેશાં કંઇક નવું કરવા માટે જાણીતા છે, ત્યારે સુરતના ચાર કલાકારોએ વિશ્વના સૌથી ઉંચા શિવમંદિર પર જઇને શિવતાંડવ સ્તોત્ર્મ ગાયું હતું. એટલું જ નહીં તેનો વીડિયો પણ બનાવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયુવેગે જોવાઇ રહ્યો છે. આ 4 સુરતી કલાકારોની નોંધ એંશિયા બુક ઓફ રેકોર્ડમાં પણ લેવાઇ છે.

ઉત્તરાખંડ ખાતે આવેલા વિશ્વના સૌથી ઊંચા શિવમંદિર પર માઇનસ 15 ડિગ્રી તાપમાનમાં શિવતાંડવ સ્તોત્રમ્નો વીડિયો બનાવનારા સુરતી કલાકારો હવે વૈશ્વિક સ્તરે ચમક્યા છે. આ યુવકોની સિદ્ધિની નોંધ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડે લીધી છે.

સુરતના યોયો જય વર્મા, દિવ્યેશ યાદવ, સ્વપ્નીલ નેગી અને ધ્રુવિક ગલાણીએ 12073 ફૂટની ઊંચાઇએ ઉત્તરાખંડના પ્રાચીન તુંગનાથ શિવાલય પર અનોખી શિવભક્તિ કરી હતી. આ ચાર શિવભક્ત યુવકોએ માઇનસ 15 ડિગ્રી તાપમાનમાં 5000 વર્ષ જૂના શિવમંદિરના પ્રાંગણમાં ચારેબાજુ ર્બિફલા પહાડો સહિતની અનેક દુર્ગમ પરિસ્થિતિનો સામનો કરી શિવતાંડવ સ્તોત્રમ્નું સૌપ્રથમવાર વીડિયો વર્ઝન તૈયાર કર્યુ હતું.

ડ્રોન કેમેરા ઉડાડીને તૈયાર કરાયેલા આ વીડિયોને ગત શ્રાવણ મહિનામાં યુ ટયુબ સહિત સોશિયલ મીડિયામાં લોંચ કરાયો હતો. સુરતી કલાકારોએ તૈયાર કરેલા આ વીડિયોની ચોમેરથી સરાહના થઇ હતી. દરમિયાન હવે આ વીડિયોની ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધ લેવાતા સુરતી કલાકારોને વૈશ્વિક સ્તરે સન્માન પ્રાપ્ત થયું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: