ગઈકાલે રાજ્યભરના કેટલાક વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ થયો હતો. રાજ્યના 33 જિલ્લાઓના 204 તાલુકામાં વરસાદ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સૌથી વધુ ધ્રાંગધ્રામાં સવા 4 ઇંચનો વરસાદ નોંધાયો હતો. જ્યારે કોટડાસાંગાણી, ઉમરપાડામાં 4-4 ઈંચ વરસાદ, વાલોડ, મહુવા, લખતર, તાલાળા, મહેમદાવાદમાં 3 ઈંચ વરસાદ અને માંડવી, લોધીકા, વઢવાણ અને હળવદમાં 2 ઈંચ વરસાદ નોંધાયો.
ઉપરાંત અમેરેલી, ખાંભામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. રિપોર્ટ મુજબ શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજ્યભરમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. જોકે હવામાન વિભાગે અંદાજ આપતા કહ્યું છે કે 3 ઓક્ટોબર બાદ વરસાદ ઘટી જશે. પરંતુ આ પહેલા વરસાદના કારણે રાજ્યમાં પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. અનિશ્ચિત વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કારણ કે આ પહેલા જ્યારે પુરતો વરસાદ થયો હતો ત્યારે ખેડૂતોએ વાવણી કરી હતી. પરંતુ હવે જરૂરિયાતથી વધારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં ‘લીલા દુષ્કાળ’ની ભીતી સર્જાઈ છે.
છેલ્લા અમુક દિવસોના વિરામબાદ ધોધમાર વરસાદને કારણે પાકને ભારે નુકસાનની ભીતીને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જ્યારે હવે સૌરાષ્ટ અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં લીલા દુષ્કાળની સ્થિતિ ઊભી થાય એવો ડર ફેલાયો છે. જે લોકોએ નવરાત્રિ પહેલા મગફળીના પાકનું વાવેતર કર્યું છે તેમને નુકસાન થવાની ભારે ચિંતા છે. કારણ કે હાલની પાકની પરિસ્થિતિ જોઈએ અને એમાં જો મગફળીનું ઉદાહરણ લઈએ તો ઉપર એકદમ લીલો છોડ છે. પરંતુ જ્યાં મગફળી થાય ત્યાં પાણી જ પાણી ભરેલું છે કે જેથી કરીને તેનો વિકાસ અટકી ગયો અને તેમાં ફુગ લાગી ગઈ. હવે જો ટૂંક સમયમાં જ વરાપ ન નીકળી તો ખેડૂતોને મસમોટુ નુકસાન થવાની સંભાવના છે. જો આમ જ રહ્યું કો ખાતર અને બિયારણના પૈસા પણ ઉભા નહીં થાય.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.