અરવલ્લી જિલ્લા માલપુર તાલુકાના વાવડી ગામે વિકાસના કામો ની જિલ્લા વિકાસ અધિકારી ની ઓચિંતી તપાસ થી ભ્રષ્ટાચારી કર્મચારીઓ અને અધિકારીઓ માં વ્યાપ્યો ફફડાટ

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ડોકટર અનિલ ધામેલીયા એ માલપુર તાલુકાના વાવડી અને માલજી ના પહાડીયા ગામે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાનમાં પંચાયત માં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની વિવિધ ગ્રાન્ટ માંથી થયેલા જાહેર વિકાસ ના કામો ની ફાઈલો અગાઉ થી મંગાવી લઈ ને ઓચિંતી મુલાકાત ધોધમાર વરસતા વરસાદ માં ભીંજાતા ભીંજાતા વિકાસ ના કામો હવાડા બોરમોટર હેન્ડપમ્પ સીસીરોડ બાલવાડી આંગણવાડી સ્કૂલ તેમજ સ્કૂલો ના ઓરડા ની સમીક્ષા કરવા મા આવી સામાન્ય જનતા ના કામો ની ગુણવત્તા અને ઝડપથી કામો થાય તેવી હેતુ અને ભ્રષ્ટાચાર વિના કામો થાયતે માટે કોઈપણ પ્રકાર ની જાણકારી આપ્યા વિના ગામડામાં મુલાકાતે જતા ગ્રામીણ જનતા માં આનંદ છવાયો

જિલ્લા ના કેટલાય ગામો માં આજે સરકારી દફતેર બોલતા વીકાસ ના કામો વાસ્તવિક નથી ત્યારે એક કહેવત મુજબ ના થયા નવા નવા આવ્યા અને નવ દિવસ પછી હોતી હૈ ને ચાલતી હૈ ની કહેવત સાર્થક નહિ થાય તે હવે આવનાર સમય બતાવશે પણ હાલ માં અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારી ના આવ્યા પછી બહુમળી બિલ્ડીંગ ની ઓફીસો માં સોપો પડી ગયો છે

બહુમાળી માં સીસીટીવી થી સજ્જ કરાવી જોઈએ જેથી જમીનો એન. એ . કરાવવી અને જમીન, મહેસુલી તેમજ ખાણ ખનીજ ની રોયલ્ટી ચોરીઓ ના કામો કરાવી આપવા માટે ફરતા દલાલો અને એજન્ટો જે કર્મચારીઓ અને અધિકારીઓ ના બની મોટી રકમો ના પડાવી કામો કરાવી આપવા માટે ફરે છે

તેમને ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે જેથી સમાજ માં દાખલો બેસે અને ભોલી ગરીબ જનતા ના રૂપિયા નો વ્યય ના થાય અને ભ્રષ્ટાચાર મુક્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના સ્વાપન પણ સાકાર કરવા માં મોટો ફાળો કહી શકશે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: