રાજ્યમાં હજીય આગામી 5 દિવસ સુધી વરસાદી વાતાવરણ યથાવત્

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વચ્ચે 15 દિવસ જેટલા વિરામ બાદ છેલ્લા 3-4 દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. જો કે સતત વરસાદથી હવે કેટલાક લોકો મેઘરાજાને વિરામ લેવા માટે વિનંતી કરી રહ્યા છે. પરંતુ રાજ્યમાં હજીય આગામી 5 દિવસ સુધી વરસાદી વાતાવરણ યથાવત્ રહેવાનું છે.

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર આ જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. તો કેટલાક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા આગાહી સાચી પડી રહી છે.

સૌરાષ્ટ્ર પંથકમાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાંભા પંથકમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં લગભગ 10 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તેમજ લાસા ગામમાં ભારે વરસાદથી રાવલિયો નામની નદીમાં ઘોડાપૂર આવ્યા છે. દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં પણ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2.6 ઈંચ વરસાદ નોંધાયો છે.

નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ. અરવલ્લીના શામળજી પાસેનો મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે. મેશ્વો નદીના કાંઠા વિસ્તારના 29 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે પડી શકે છે ભારે વરસાદ. સતત વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: