માત્ર એક જ એકાઉન્ટને કારણે 35 વર્ષ જૂની પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેંક ધરાશાયી

ભારતીય રિઝર્વ બેંકે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોપરેટીવ બેંક પર પ્રતિબંધ લગાવી દીધો છે. પીએમસી બેંક હવે કોઈ નવા ગ્રાહકોને લોન આપી શકશે નહીં.એટલું જ નહીં, રિઝર્વ બેંકે ગ્રાહકો માટે એક દિવસમાં માત્ર એક હજાર રૂપિયા ઉપાડવાની સીમા પણ નક્કી કરી આપી છે. રિઝર્વ બેન્કે પીએમસી બેંક પર છ મહિનાના પ્રતિબંધ માટે કોઈ કારણ બતાવ્યું નથી,પરંતુ મીડિયાએ શોધી કાઢ્યું છે કે, પીએમસી બેન્કના એક જ ખાતાને કારણે બેંકે સંકટનો સામનો કરવાની નોબત આવી પડી છે.

એવું કયું છે બેન્ક એકાઉન્ટ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયલ એસ્ટેટ ફર્મ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પર બેંકની 2500 કરોડ રૂપિયાની બાકી લોન આ મુસીબતનું ખરૂ કારણ છે.દેવાળું ફૂંકવાની નજીક પહોંચી ગયેલી આ કંપનીની લોનને બેંકે આરબીઆઈની ગાઈડલાઈન હોવા છતાં એનપીએ તરીકે બતાવી ન હતી. વાસ્તવમાં કંપની બેંકની લોન પરત કરવામાં સતત નિષ્ફળ જઇ રહી હતી.
પીએમસી બેંકની રિઝર્વ કેશ કુલ ૧,૧૦૦ કરોડ રૂપિયાની છે. જેની સામે આ એક જ કંપનીની લોન 2500 કરોડ રૂપિયાની છે.

શું છે બેંકો માટે એનપીએ?

આરબીઆઈ બેન્કો માટે એનડીએની જોગવાઈ કરવાનું ફરજિયાત બતાવે છે ત્યારે તેનો અર્થ થાય છે નફામાંથી એનડીએ જેટલી રકમ બાદ કરવી. અર્થાત, જો કોઈ બેન્ક વર્ષે ૫૦૦ કરોડનો નફો કરતી હોય પરંતુ એની એનપીએ 400 કરોડ હોય તો બેન્કનો ખરો નફો 100 કરોડ રૂપિયા ગણાય.

મૌનમ શરણમ ગચ્છામી !

પીએમસી બેંક સંબંધમાં પુછાયેલા સવાલના જવાબમાં હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પ્રવક્તાએ કોઈપણ સ્પષ્ટતા કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ સિવાય, રિઝર્વ બેન્કે પણ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

બેંકનું લાયસન્સ રદ નથી કરાયું

આરબીઆઈએ જારી કરેલા એક આદેશમાં જણાવ્યું છે કે,રિઝર્વ બેંકના પીએમસી બેંક પરના જુદા-જુદા પ્રતિબંધોનો અર્થ બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે તેવો થતો નથી. આરબીઆઇની હવે પછીની નોટિસ સુધી બેંક પ્રતિબંધો સાથે પોતાનું કામકાજ ચાલુ રાખશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: