મોટેભાગે થતી ચોમાસામાં થતી બીમારીઓ – તેના લક્ષણ અને બચવાના ઈલાજ

ગરમીથી રાહત આપનારું ચોમાસું પોતાની સાથે ઘણી બીમારીઓ પણ લઈને આવે છે. તેવામાં સમયસર યોગ્ય સારવાર ન મળે તો ઘણી વખત દર્દી પોતાનો જીવ ગુમાવી દે છે. મેલરિયા, ડેંગુ, ચીકનગુનિયા અને ગેસ્ટ્રોએન્ટરાઈટીસ જેવી બીમારીઓ આ યાદીમાં રહેલી છે. આવો જાણીએ ખરેખર શું છે આ બીમારીઓના લક્ષણ અને બચવાના ઈલાજ.

મેલેરિયા :ચોમાસામાં સૌથી વધુ તકલીફ મચ્છરોથી થતી બીમારીઓ કરે છે. એવી જ એક બીમારીનું નામ છે મેલેરિયા. આ બીમારી ફીમેલ એનોફીલીસ મચ્છરના કરડવાથી થાય છે. આ બીમારીથી પીડિત વ્યક્તિમાં તાવ, માથાનો દુઃખાવો, શરીરમાં દુઃખાવો, નબળાઈ, ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળે છે.

આ બીમારીથી બચવા માટે વ્યક્તિએ સંપૂર્ણ રીતે ઢંકાયેલા કપડા પહેરવા જોઈએ. તે ઉપરાંત પોતાની આસપાસ સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘરની આસપાસ પાણી ભરાવા ન દેશો. સમય સમયે મચ્છરોને દુર રાખવા માટે ઘરની ગટરોની આસપાસ દવાનો છંટકાવ કરાવતા રહો.

ડેન્ગ્યું :ચોમાસામાં મચ્છરોથી થતી આ બીજી ગંભીર બીમારી છે. ડેન્ગ્યુંથી દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી દેતાં હોય છે. આ તાવથી પીડિત વ્યક્તિમાં માથાનો દુઃખાવો, માંસપેશીઓ અને સાંધામાં દુઃખાવો, ઠંડી લાગવી, નબળાઈ, ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળે છે. ડેન્ગ્યુંથી પીડિત વ્યક્તિએ વધુમાં વધુ લીક્વીડ ખોરાક લેવો જોઈએ. તે ઉપરાંત આ લક્ષણો જોવા મળે એટલે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ચીકનગુનિયા :ચોમાસામાં એડીસ મચ્છર કરડવાથી ચીકનગુનિયા થાય છે. આ બીમારીના લક્ષણો ડેંગુ સાથે મળતા આવે છે. આ મચ્છર મોટાભાગે દિવસના સમયે કરડે છે. માથાનો દુઃખાવો, આંખોમાં બળતરા, ઊંઘ ન આવવી, નબળાઈ, શરીર ઉપર લાલ ચકામાં બનવા અને સાંધામાં અતિશય દુઃખાવો આ બીમારીના લક્ષણ છે. આ બીમારીથી બચવા માટે ઘરની આસપાસ સ્વચ્છતા રાખો જેથી તમારી આજુ બાજુ મચ્છર ઉત્પન થઇ શકે નહિ.

હેપેટાઈટીસ એ :આ બીમારી દુષિત ભોજન ખાવાથી, દુષિત જળ પીવાથી અને આ બીમારીથી પીડિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. કમળો, થાક, ભૂખ ન લાગવી, ઉબકા, હળવો તાવ, પીળા રંગનો પેશાબ અને આખા શરીરમાં ખંજવાળ તેના સામાન્ય લક્ષણ છે. આ બીમારી અટકાવવા માટે સમયસર રસીકરણ કરાવા સાથે અશુદ્ધ ભોજન અને પાણીથી દુર રહેવું જોઈએ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: