કેન્સર પીડિત બાળકોની હેર વિગ માટે આ પોલીસ મહિલા ઓફિસરે પોતાનાં લાંબા વાળ ડોનેટ કર્યા

ગંભીર બીમારીથી પીડાતા લોકો માટે અન્ય લોકો મદદ કરે તે તો ઘણીવાર સાંભળ્યું છે. પરંતુ એવી મદદ પહેલીવાર સાંભળી છે જેમાં કોઈ મહિલા પોતાનાં માથાનાં વાળ કુરબાન કરી નાંખે. સ્ત્રીનાં માથાનાં વાળ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે. દરેક સ્ત્રીને તેનાં માથાનાં વાળ પ્રત્યે ઘણો લગાવ હોય છે, પણ આ વાત કેરળની 44 વર્ષીય મહિલા પોલીસ ઓફિસરને લાગુ પડતી નથી. કેરણનાં ત્રિસૂર જિલ્લાની મહિલા પોલીસ અધિકારી અપર્ણા લવકુમારે કેન્સર પીડિત બાળકોની હેર વિગ માટે પોતાના કમરથી પણ લાંબા હેર ડોનેટ કર્યા છે. અપર્ણાએ કહ્યું કે મેં કોઈ મોટું કામ નથી કર્યું. મારા વાળ તો થોડા વર્ષોમાં પાછા આવી જશે. મારા માટે તે લોકો ખરેખર મહાન છે જેઓ જરૂરિયાતમંદોને તેમના અંગોનું દાન કરે છે. તેણે કહ્યું કે દેખાવ એટલો મહત્વનો નથી જેટલાં તમારા સારા કામ મહત્વનાં છે.

અપર્ણાએ કહ્યું કે, કેમોથેરપીમાંથી પસાર થતા દર્દીઓને તેમના વાળ ખોઈ દેવા પડે છે. મારે આ દર્દીઓ કે જેઓ બૉલ્ડ થઈને ફરે છે તેમને સપોર્ટ કરવો છે. અપર્ણા ત્રિસૂર શહેરમાં મહિલા પોલીસ તરીકે ફરજ બજાવે છે, જેને બે બાળકો છે. અપર્ણા થોડા દિવસ પહેલાં ધોરણ-5માં ભણતી સ્ટુડન્ટને મળી હતી, જે હાલ કેન્સર સામે જંગ લડી રહી છે. કેમોથેરપીને કારણે તેણે પોતાના સુંદર વાળ ગુમાવી દીધા હતાં અને હાલ તેની સાથે ભણતા લોકો તેના આ બૉલ્ડ લુકનો મજાક ઉડાવી રહ્યાં હતાં. જે અપર્ણા જોઈ ન શકી. ભૂતકાળમાં પણ અપર્ણા લોકોની મદદ કરી ચુકી છે. 10 વર્ષ પહેલાં એક પરિવારની મદદ કરવા માટે તેણે પોતાનાં ત્રણ કંગન વેચી દીધા હતાં.

અપર્ણાએ કહ્યું કે, હું જેમ બને એમ વધારે બાળકોને વિગ આપી શકું તે માટે પ્રયત્ન કરીશ. આ બદલ મારે જિંદગીભર બૉલ્ડ રહેવું પડે તો પણ મને કોઈ દુઃખ નથી. જોવાની વાત તો એ છે કે કેન્સર પીડિત બાળકોની હેર વિગ માટે લાંબા વાળ ડોનેટ કર્યા તેની જાહેરાત અપર્ણાએ પોતે નથી કરી. આ પોસ્ટ લોકલ બ્યુટી પાર્લરે મૂકી હતી જેને લઈને આ મામલો મીડિયાનાં ધ્યાનમાં આવ્યો હતો. અપર્ણા કહે છે કે તે હંમેશાં તેના નાના વાળનું દાન કરતી રહે છે, પરંતુ એક કેન્સર ગ્રસ્ત બાળકની પીડા જોઈ તેણે આ વખતે પોતાનું આખું માથું મુંડવ્યું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: