ડો. કિશોર વી. ભેસાણીયાને મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિદના હસ્તે નેશનલ એન.એસ.એસ. એવોર્ડ એનાયત

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી એન.એસ.એસ. અને સખીદા કોલેજ લીંબડીનં વિભાગનં ગૌરવ

શ્રી સખીદા આર્ટસ , કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ લીબંડીના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના પ્રોગ્રામ ઓફીસર શ્રી ડો. કિશોર વી.ભેસાણીયાને ભારત સરકાર મીનીસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૧ ૮ના ભારત સરકારના બેસ્ટ પ્રોગ્રામઓફીસરનો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિદના હસ્તે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ ખાતે એનાયત કરવામાં આવ્યો હતો.

ડો. કિશોર વી. ભેસાણીયા સમગ્ર ભારતમાં બેસ્ટ પ્રોગ્રામ ઓફીસર એવોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ. આ એવોર્ડની સાથે તેમને સીલ્વરમેડલ, પ્રમાણપત્ર અને રૂ।. ૭૦,૦૦૦/- નો રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલ. આ માટે લીંબડી કેળવણી મંડળના મંત્રી શ્રી પ્રકાશભાઈ સોની તથા કોલેજના પ્રિન્સીપાલ ડો. એસ. જી. પુરોહીત દ્વારા સતત સાથ સહકાર અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું.

આ એવોર્ડની સાથે સાથે તેમની કોલેજને પણ બેસ્ટ એન.એસ.એસ. યુનિટનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. તેમા રૂ।.૧,૦૦,૦૦૦/-નો રોકડ પરસ્કાર અને ટ્રોફી મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદ દ્વારા કોલેજના પ્રિન્સીપાલ ડો. એસ. જી. પરોહીતને એનાયત કરવામાં આવેલ.

પ્રોગ્રામ ઓફિસર ડો. કિશોર વી. ભેસાણીયા દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન તેમની કરેલ કામગીરીને ઘ્યાને લઈને ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ વિભાગ દ્વારા તેમને આ બેસ્ટ પ્રોગ્રામ ઓફીસર એવોર્ડ આપવામાં આવેલ હતો. શ્રી ડો. કિશોર વી.ભેસાણીયા દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં એન.એસ.એસ. યુનિટ દ્વારા પપરપ વૃક્ષોનં વૃક્ષારોપણ, પ બ્લડ ડોનેશન કેમ્પ કરીને ર ૮ યુનીટ બ્લડ એકત્રીત કરેલ છે. દતક લીધેલા ગામ પાંદરીમાં તથા આજુબાજનાં ગામ જેવા કે વેજલકા, અણીયાળી, ઉટડી, રાશકા, ભગપુર વગેરે જેવા ગામોમાં ૧ ૮ હેલ્થ કેમ્પ કરેલ, જેમા અંદાજે ૩૦૦૦ લોકોએ તેમનો લાભ લીધેલ હતો. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન પલ્સ પોલીયો કાર્યક્રમ અંતર્ગત ૮ કેમ્પ કરીનેજુદા જુદા વિસ્તારમાં ૩૯૪૯ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં સક્રિય સહકાર આપેલ છે.

પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો. કિશોર વી. ભેસાણીયા દ્વારા રાહત દરે ચશ્મા વિતરણના ૨૮ કેમ્પ કરીને ૫૨૧૦ લોકોને રાહતદરે ચશ્માવિતરણ કરેલ હતં. ૩ મોતિયો ઓપરેશન કેમ્પ કરીને ૪૦ લોકોને ફી મોતિયો ઓપરેશન કરી આપવામાં આવેલ હત્‌. ગૂજરાત રાજય ગ્રામ વિકાસ એજન્સી સાથે રહીને ૩૨૯૦ લોકોના ઘરે શૌચાલય સર્વેની કામગીરી કરેલ હતી. આ ઉપરાંત એઈડસ જાગૃતિ, સાક્ષરતા અભિયાન,પશુપાલન, અંધશ્રધ્ધા સામે જાગૃતી, આપત્તિ વ્યવસ્થાપન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રાહત કાર્ય, ખાસ દિવસોની ઉજવણી, પ્રાથમીક શાળાનાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પ્રવૃત્તિ, વ્યશન મુકિત કાર્યક્રમ, વડીલ વંદના, જેવા જાગૃતિના પ ૧ કેમ્પ કરવામાં આવ્યા હતા. આ સાથે વ્યસન મકિતરેલી, દહેજ વિરોધી રેલી, બેટી બચાવો રેલી, અંગદાન અને નેત્રદાન જાગૃતિ રેલી, થેલેસેમીયા જાગૃતિ રેલી, સાક્ષરતા અભિયાન રેલી, મતદાન જાગૃતિ રેલી, ભીતસુત્રો, ઝાડ રંગ રોગાન, ઝીરો બજેટીંગ ખેતી પર વ્યાખ્યાન જેવી શ્રેણી કાર્યક્રમનાં કુલ ૩ર કેમ્પ કરવામાં આવ્યા હતા. રૂ।. ૧૪,૨૮,૦૦૦/- ના ખર્ચે ૧૧૯ શૌચાલય બનાવવામાં આવ્યા તેમજ રૂ।ા. ૪,૮૦,૦૦૦/- નાં ખર્ચે ૪ પાણીનાં ટાંકાનં પણબાંધકામ કરી આપવામાં આવેલ હતું.

રાષ્ટ્રીય સેવા યોજનાની શ્રેષ્ઠ કામગીરીનાં માર્ગદર્શન અને પ્રસંશનીય લોક સેવાનાં સન્‍્માનાર્થે ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ વિભાગ તરફથી ડો. કિશોર વી. ભેસાણીયાને વર્ષ ૨૦૧૭-૧૮ નો એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. આ બદલ ગુજરાત રાજય એન.એસ.એસ. અધિકારીશ્રી દર્શનાબેન જોષી, ગુજરાત રીજીયોનીલ ડાયરેકટર શ્રી ગીરધર ઉપાધ્યાય, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતીશ્રી ડો. નિતીનભાઈ પેથાણી, ઉપકુલપતીશ્રી ડો. વિજયભાઈ દેસાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી એન.એસ.એસ.કો-ઓર્ડીનેટર ડો. એન. કે. ડોબરીયા, કોલેજ પ્રિન્સીપાલ શ્રી ડો. એસ. જી. પરોહીત તથા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી એન.એસ.એસ.પરીવાર તથા કોલેજ સ્ટાફ પરીવાર તથા કોલેજ એન.એસ.એસ. વિભાગ અભિનંદન પાઠવેલ હતા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: