કેન્દ્રની ‘એક દેશ, એક ઓળખકાર્ડ’ની યોજના – જાણો વધુમાં

કેન્દ્રના ડાયનેમિક ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે દિલ્હીમાં રજિસ્ટાર જનરલ ઓફ ઇન્ડિયા અને વસ્તી કમિશન કાર્યાલયના નવા બિલ્ડીંગનો શિલાન્યાસ કરતા ‘એક દેશ, એક ઓળખકાર્ડ’નો વિચાર રજુ કર્યો હતો. આ ઓળખકાર્ડમાં આધાર કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ,પાસપોર્ટ અને બેન્ક ખાતા સહિતની તમામ વસ્તુઓનો સમાવેશ કરી લેવાશે.

એક જ કાર્ડની આ યોજના વ્યવહારૂ બની શકે ખરી?

ગૃહમંત્રી અમીત શાહે શિલાન્યાસ બાદ જણાવ્યું હતું કે, આધાર, પાસપોર્ટ, બેન્ક ખાતા, ડ્રાઇવિંગ લાઇસન્સ,મતદાર કાર્ડ વગેરે જેવી તમામ જરૂરિયાતો એક જ કાર્ડમાં શા માટે સમાવિષ્ટ ન થઈ શકે? ઉલ્લેખનીય છે કે,વિશ્વના કેટલાક વિકસિત દેશોમાં આ પ્રકારના એક જ કાર્ડની સિસ્ટમ અમલમાં છે. આ એક જ કાર્ડથી હાલમાં નાગરિકોને અનેક પ્રકારના કાર્ડ સાથે રાખવાની ઝંઝટમાંથી છુટકારો મળી શકે.

શું કહેવાયું હતું આધારકાર્ડના કિસ્સામાં?

ઉલ્લેખનીય છે કે,તત્કાલીન કેન્દ્ર સરકારે આધારકાર્ડ વખતે પણ લોકોને આવા સ્વપ્ન બતાવ્યા હતા કે આધાર એવું કાર્ડ બનશે કે ઓળખ માટે આધાર સિવાય કોઈ કાર્ડની જરૂર નહીં પડે. આજે સ્થિતિ એવી બની છે કે, ઓળખ માટે અન્ય કાર્ડ તો જરૂરી છે જ, સાથે આધારકાર્ડનો તેમાં ઉમેરો થયો છે. મતલબ, તમામ કાર્ડસ આપવા પડે છે.

કરોડો રૂપિયાનો થશે ખર્ચ

બહુ લાંબા વર્ષો પસાર થયા, કેન્દ્ર સરકારો બદલાઇ ગઇ છતાં પણ હજુ દેશના તમામ નાગરિકોને આધાર કાર્ડ આપી શકાયા નથી. બલ્કે, કેટલીક જગ્યાએ તો હજુ પૂરતી વ્યવસ્થા પણ નથી. એવા સંજોગોમાં સૂચિત કાર્ડ માટે કેન્દ્ર સરકારે નવેસરથી અબજો રૂપિયાનું બજેટ ફાળવવું પડશે અને નવેસરથી વ્યવસ્થાઓ ગોઠવવાનું જરૂરી બનશે.

ભ્રષ્ટાચારની સંભાવના

આધારકાર્ડનો દાખલો દેશવાસીઓની નજર સમક્ષ છે.વ્યાપક ગોલમાલ છતાં કામગીરીને છેડે કશું ઉકાળી શકાયું નથી ત્યારે આ નવા કાર્ડ માટે એ જ સાયકલ ફરીથી રિપીટ થવાની શક્યતાઓ નકારી શકાય નહીં.

હોપ ફોર ધ બેસ્ટ

અલબત્ત, કશું જ સારું નહીં બને તેમ માનીને વિકાસની પ્રક્રિયા અટકાવી દેવામાં શાણપણ નથી. કેન્દ્રના તેજસ્વી અને અનુભવી નેતાઓ પાસેથી એવી અપેક્ષા રાખી શકાય એમ જ છે કે મુશ્કેલીઓ સામે લડવા માટે તેઓ સક્ષમ છે. જો ખરેખર ભારતના નાગરિકોને અન્ય તમામ કાર્ડમાંથી મુક્તિ મળી શકે તેમ હોય તો એક કાર્ડની યોજનાના વિરોધનું કોઈ કારણ નથી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: