બાળકને કહી શકાય કે એ ખરાબ નથી પરંતુ એનું વર્તન ખરાબ છે

દરેક માતા-પિતા બાળકને સારી શીખામણ આપતા હોય છે. પરંતુ જ્યારે પણ બાળકથી કોઇ ભુલ થઇ જાય ત્યારે તેની સાથે તેના માતા-પિતાએ શું શીખવાડ્યું હશે? તેવો પ્રશ્ન પહેલા થઇ જાય છે. દરેક વખતે માતા-પિતાનો વાંક નથી હોતો પણ જવાબદારી તેમની જ હોય છે. બાળકનું મન કોમળ હોય છે. તેને તમે જે રીતે વાળો તે રીતે વળે. તેને પહેલેથી જ વ્યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો કોઇ મુશ્કેલી રહેતી નથી. બાળક સાથે કેવી રીતે વર્તન કરવું અને બાળકોને કેવી રીતે યોગ્ય દિશામાં વાળવા તે અંગે સમજાવા જોઇએ. બાળક ગેરવર્તન કરે તો તેની પર હાથ ઉઠાવ્યાં કે ગુસ્સો કરતાં પહેલા તેના ગુસ્સાનું કારણ જાણવાનો પ્રયત્ન કરો.

બાળકને પહેલાથી જ વસ્તુની જાણકારી અને એની મર્યાદા જણાવી દો. બાળકની ઉંમર પ્રમાણે એના માટે નિયમો હોવા જોઈએ. નાનું બાળક હોય તો એના માટે નિયમો ન હોય. એને સીધું ટોકો નહીં અને વસ્તુનું મહત્વ સમજાવો કે, જો એ વસ્તુ કરશે તો તએનાથી શું સારું થશે અને શું ખોટુ. બાળકને એવું ફીલ ન કરાવો કે એ ખરાબ છે એની જગ્યાએ એવું જણાવો કે તારું વર્તન ખરાબ છે. બાળક સાથે શાંતિથી બેસીને વાત કરો અને કહો કે તુ હર્ટ થયેલો લાગે છે. ચાલ આપણે વાત કરીએ. કાયમ એને એન્કરેજ કરો. આ કાર્યક્રમમાં ડો સંદેશ મહિપાલ અને ડો.સ્નેહલ દેસાઈએ પણ વિષયલક્ષી વાત કરી હતી.

 

આજના યુગમાં માતા-પિતા પાસે સમય હોતો નથી ત્યારે વધારે લાડને કારણે બાળકોમાં શિસ્ત લઈને વધારે મુશ્કેલી આવે છે. કોઈપણ વહેતી નદી પર બંધ બાંધે તો એની શકિતનો ઉપયોગ કરી શકાય છે એ જ રીતે બા‌ળકના ઉછેર દરમિયાન એની શકિતને નાથવામાં આવે તો બાળક વધારે ખીલે છે. કોઇપણ બાળક આજ્ઞાપાલન, અનુકરણ, અનુશાસન અને સ્વાનુશાસનના ગુણ હોવા જોઇએ. જે બાળકમાં આ ચારેય ગુણ હોય છે એને સફળ થતા કોઇ અટકાવી શકે નહીં.

શિસ્ત અને સજા સરખું નથી, બન્ને અલગ છે. સજા નુકસાન પહોંચાડવા, દુ:ખ અનુભવ કરાવવા માટે જ વાપરાય છે. વ્યકિત જેનાથી દુ:ખ અનુભવે, શરમ અનુભવે એને સજા કહેવાય. મોટા ભાગે બાળકો ધ્યાન ખેંચવા, પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ગેરવર્તન કરે છે. બાળકને સજા આપવાની જગ્યાએ એટેન્શન આપો. એની સાથે બેસીને વાત કરો. શિસ્તનો ફાયદો એ છે કે બાળક જાતે શું સાચું અને ખોટું છે એ સમજતું થઈ જાય. જો માતા-પિતા બાળકને સારી રીતે સમજવા માંડે તો એમ જ અડધી વસ્તુ કરતો બંધ થઈ જશે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: