એટીએમમાંથી રૂપિયા નિકાળ્યા પછી સ્લિપ ફેકી દેતા પહેલાં બે વાર વિચાર કરજો

એટીએમમાંથી રૂપિયા નિકાળ્યા પછી સ્લિપ ફેકી દેતા પહેલાં બે વાર વિચાર કરજો, કારણ કે તમારી આ આદતને કારણે તમને મોટો ફટકો પડી શકે છે. એટીએમમાં રૂપિયા કાઢવા જઇએ ત્યારે ખૂણામાં પડેલી કચરા ટોપલીમાં કાઢેલા રૂપિયાની સ્લિપ જોવા મળે છે. રૂપિયા કાઢયા પછી ફેકી દીધેલી સ્લિપનો કોઇ દુરુપયોગ નહીં કરે એવી આપણી ધારણા હોય છે, પરંતુ આ ધારણા આપણને મોંઘી પડી શકે છે.

ફેંકી દીધેલી એટીએમની સ્લિપ પરની માહિતી ડીકોડ કરી હેકર્સ તમારા બેંક એકાઉન્ટ પર ત્રાટકી શકે છે. જો કે, આ એટલું સહેલું નથી છતાં યોગ્ય સાવચેતી રાખવી જરૂરી છે. સાયબર ક્રિમિનલ્સ તમારા એકાઉન્ટ પર નજર રાખતા હોય છે. આથી સમયાંતરે તમારા બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરતા રહેવું જરૂરી છે. એટીએમમાંથી રૂપિયા કાઢયા પછી તેની સ્લિપ સાચવી રાખવાનું પણ ગ્રાહકના હિતમાં છે.

બેંકે તમારા ખાતાની માહિતી અપડેટ ન કરી હોય તો આ સ્લિપના માધ્યમથી માહિતી અપડેટ કરી શકાય છે. એટીએમ છેવટે એક મશીન છે એટલે તેમાં કેટલીક ખામી હોઇ શકે છે. બેલેન્સમાં કોઇ ગોટાળો જણાય તો સ્લિપ તમારી પાસે પુરાવા તરીકે રહે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: