શિક્ષણમાં અખતરા બંધ થાય તો સારું અને જે અખતરાઓ કર્યો છે એને પૂરો થવા દો તો સારું.

હમણાં હમણાં ત્રણ મહિનામાં જે બાળકની 12 દિવસ કરતાં ઓછી હાજરી છે તેનું નામ હાજરી પત્રકમાંથી કાઢવામાં આવે.જી.આર.માંથી નહીં.અને આ જ ઓગષ્ટના મહેકમના આધારે શિક્ષકોનો વધ ઘટ કેમ્પ પણ કરવા નક્કી થયું છે.પાછું હવે બાળકને કાઢવાના નથી એવું આવ્યું.

એકબાજુ RTE એમ કહે છે કે,ધોરણ 8 સુધી બાળકને નાપાસ કરવું નહીં.પહેલામાં પહેલો આ નિયમ જ ખોટો હતો.આ નિર્ણયથી વાલી અને બાળકોમાં શિક્ષણની ગંભીરતા ઓછી થઈ ગઈ છે.શિક્ષણ બગડ્યું છે.ભણવા જાઓ કે ના જાઓ પાસ થવાય જ છે પછી એમને શાની ચિંતા.શિક્ષક વાલી સંપર્ક કરીને કેટલો કરે.દોષ તો પાછો શિક્ષકના માથે જ આવે.આ બિલકુલ ખોટું છે.

ધીરે ધીરે ખબર પડી પાછું નાપાસ કરવાનું ચાલું કરવાનું તો પછી આગળ જે બાળકો નબળા ગયા એનું શું એ પણ મોટો સવાલ છે.મોટા ભાગના સમાજના લોકો અને શિક્ષકો એમ માને છે કે પહેલાનું જે શિક્ષણ હતું તે બરાબર હતું.એ શિક્ષણ પાછું લાવો.શિક્ષણ સુધારવામાં આપણું શિક્ષણ બગડી રહ્યું છે.આવા વિકાસના યુગમાં શિક્ષણ બગડે એ કેમ ચાલે ? શિક્ષકો કામ કરે છે બસ એમને ચિંતા મુકત કામ કરવા દો.શિક્ષકની પાછળ લશ્કર ના ગોઠવો.જે કામ આપણે શરૂ કર્યું એનું પરિણામ આવ્યું નથી ને બીજુ કામ શરૂ કરી દઈએ એ કેમ ચાલશે.કોઈ યંત્ર પાસે કામ નથી લેવાનું કે રાતો રાત પરિણામ મળી જાય. દરેક બાળકની શીખવાની,ગ્રહણ કરવાની શક્તિ અલગ અલગ હોય છે.બધાને એકસાથે ના હાંકી શકાય.શિક્ષક દરેકનો અભ્યાસ કરતો હોય છે.આ તો વર્ગમાં અમુક બાળકોને ના આવડે એટલે શિક્ષકનું અપમાન કરવાનું ચાલું આ તે કેવી રીત છે.

એકવાર શિક્ષકને તણાવમુકત કરી દો પછી જુઓ પરિણામ.અત્યારે શિક્ષક તણાવમાં જીવે છે.શાળામાં તણાવ કેન્દ્રમાં આવી ગયો છે. બાળકને નાપાસ કરવાનું,પાછા બે મહિના તક આપવાની જો પાસ થાય તો પાસ કરવું બાકી નાપાસ આ તે કેવી વાત, જે બાળકને નથી આવડ્યું એટલે નાપાસ કરીએ તો એને બે મહિનામાં કઇ રીતે સિદ્ધિ હાંસલ થઈ જાય ? થોડું તો વિચારો. શા માટે શિક્ષકને આંટીઘૂટીમાં નાખ નાખ કરો છો ? બાળકને શિક્ષક વધારે ઓળખે છે.બાળકને જો નાપાસ કરવાનો નિર્ણય લાવો તો એને એજ વર્ગમાં રાખવાનો નિર્ણય લાવો આમાં બાળકનું અને શિક્ષણનું ભલું થશે.બે મહિનાની તક, પાછી પરીક્ષા આ બધું યોગ્ય નથી લાગતું.

જે બાળક શાળામાં દાખલ થાય એ ભણે ત્યાં સુધી કાઢવાનું નહીં ગામડાઓની શાળામાં ઘણો સમય તો શિક્ષકોનો બાળકોને લાવવામાં જાય છે.ગામડાનો વિકાસ થાય એવું પણ કંઇક કરો.લોકોને ગામમાં જ રોજગારી આપો.લોકો સ્થાઈ થશે તો બાળક આવશે.જો બાળક સતત ના આવે તો તેનું નામ કમી થાય એવી કોઈ જોગવાઇ પણ થઈ શકે.જો વાલી બાળક ના ભણાવે,શાળાએ ના મોકલે તો એ વાલીના લાભો અટકાવો રેશનકાર્ડ જપ્ત કરો.વાલીને પણ ખબર પડે કે શિક્ષણ ના લઇએ તો શું નુકસાન જાય.

ફરીથી એ જ વાત કે શિક્ષકને કોઈ એક ચોક્કસ દિશામાં કામ કરવા દો.પરિણામ સારું આવશે.એને મૂંઝવણમાં ના મૂકો હમણાં જે એકમ કસોટી આવી છે એમાં ખરેખર શિક્ષક નવરો પડતો નથી.દર અઠવાડિયે તો વળી આમ કસોટી હોય.ઠીક મહિનામાં એકવાર જરૂરી છે.બીજું કે શિક્ષક બાળકનું સતત મૂલ્યાંકન કરે જ છે. SCE પત્રક ભરતો જ હોય છે.આમાં બધું આવી જ જતું હોય છે. શિક્ષણ હિતમાં શિક્ષકોની શિક્ષણ બાબતે સૂચનો સાંભળો અને પોલિસી બનાવો શિક્ષણ સુધરી જશે.

જેને વર્ગખંડમાં કામ કરવાનું છે એ શિક્ષકો પાસેથી શિક્ષણ સુધારણાના સૂચનપત્રો મંગાવો.એમાંથી પણ ઘણી બાબતો તારવી શકાય

નોંધ :-શિક્ષણ હિતમાં જારી ~ પ્રવીણસિંહ ખાંટ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: