આ રીતે ફોટોગ્રાફી થી કરી શકો છો કમાણી..

ફોટોગ્રાફીમાં બનાવો કરિયર:

જો આપને DSLR કેમેરાના શોખીન હોય અને ફોટોગ્રાફીનું નોલેજ હોય તો ફોટોગ્રાફીને પ્રોફેશન બનાવીને તમે સારી આવી કમાણી કરી શકો છો. હાલ જુદા -જુદા મેગેઝિન, પેપર ટીવીચેનલ, પ્રોડકશન હાઉસમાં ફોટાગ્રાફરની રીક્યારમેન્ટ રહે જ છે. તો ફોટોગ્રાફી જર્નલિઝમ કરીને તમે આ પ્રોફેશનમાં ફ્રિલાન્સિંગ કરીને પણ સારી એવી કમાણી કરી શકો છો. વેડિગ,પ્રિવેડિંગ ફોટોગ્રાફી થી માંડીને વાઈલ્ડ ફોટોગ્રાફી અને ટ્રાવેલ ફોટોગ્રાફીના પ્રોજેકટ પર ફ્રિલાન્સિંગ તરીકે કામ કરીને પણ તમે તમારા શોખને પોષવાની સાથે આર્થિક રીતે પણ આત્મનિર્ભર બની શકો છો.

કઈ રીતે કરી શકો છો કામ?

જો પહેલી વખત જ કામ શરૂ કરી રહ્યાં હો તો, જુદી -જુદી વેબસાઈટ, ન્યુઝ પેપર, મેગેઝિન, ટેલિવિઝનનો સંપર્ક કરવો પડે.

જો તમે પહેલાથી જ આ ફિલ્ડ સાથે જોડાયેલા હશો તો આપના આ ફિલ્ડમાં કોન્ટેક્ટ હોવાથી ફ્રિલાન્સ કરવું સહેલું બની જશે.

સોશિયલ મીડિયા પર પ્રોફાઇલ બનાવીને અને બ્લોગ બનાવીને આપ આપના કામના ફોટાગ્રાફના નમૂના મુકીને પણ ફ્રિલાન્સ માટે કામ મેળવી શકો છો.

ફ્રિલાન્સ માટે જે પણ જગ્યાએ કોન્ટેક્ટ કરો અથવા તો અપ્લાય કરો તેમાં કામના નમૂનો પણ રજૂ કરો.

શું હોવું જોઈએ:

આ ફિલ્ડમાં સફળ થવા માટે પહેલા તો આપનામાં ફોટોગ્રાફી માટેનુ ખાસ રીઝન હોવું જરૂરી છે. કેમરા વર્કનું નોલેજ હોવું જરૂરી છે.

એક ફોટોગ્રાફર તરીકે કામ કરવા માટે અધતન કેમરા અને તેને સહિતના ડિવાઈસથી અપડેટ રહેવું પણ એટલું જ જરૂરી છે.

જો ફોટોગ્રાફીમાં રસ હોય અને નોલેજ ન હોય તો આ માટેની બેઝિક તાલીમ લઈ શકાય. જે કેટલીક પસંદગીની કોલેજમાં અપાય છે.

ઘરેથી કામ કરવા માટે લેપટોપ અથવા ડેસ્કટોપ તેમજ તમારૂં પ્રોફેશનલ ઇમેલ અકાઉન્ટ ક્રિએટ કરવું પડે.

આ સિવાય જુદા જુદા પ્રકારની લાઈટિંગ અને ટ્રાયપોડ પણ વસાવી શકાય છે.

શરૂઆતમાં કામ સામાન્ય કેમેરા અને લેન્સીસથી શરૂ કરી શકાય છે.

તમે તમારા બ્લોગ ક્રિએટ કર્યો હોય તો તેની લિંક, ઇમેલ આઇડી, ફોનનંબર સાાથે એક વિઝિંટિંગ કાર્ડ તૈયાર કરો તો વધુ સારો પ્રભાવ પડે છે.

કઈ રીતે કમાણી થઈ શકે?

  • વેબસાઈટ માટે  ફોટોશૂટ,
  • ટેલિવિઝન માટે ફોટોશૂટ,
  • મેગેઝિન  માટે ફોટોગ્રાફી,
  • ન્યુઝ પેપર માટે  ફોટોશૂટ,
  • પ્રિવેડિંગ, વેડિંગ ફોટોગ્રાફી,
  • એડવર્ટાઇઝિંગ માટે ફોટોશૂટ

જો કોઇ સારી જાણીતી કંપની હોય તો તેના માટે ફોટોગ્રાફી કરવી આપના પ્રોફેશન માટે સારો વિકલ્પ છે. બ્રાન્ડ વેલ્યૂના કારણે આપની માર્કેટમાં નામના વઘે છે. જે આપના ફ્રિલાન્સિંગના કાર્યને માટે મોટો ફાયદાકારક છે. આવી બ્રાન્ડ વેલ્યૂના કારણે આપને અન્ય જગ્યાએથી પણ સારી ફ્રિલાન્સ માટે ઓફર મળી શકે છે.

આ સિવાયના પણ ટ્રાવેલ, વાઇલ્ડ, ઇવેન્ટ ફોટોગ્રાફીની પણ માર્કેટમાં ડિમાન્ડ રહે છે. આ ફિલ્ડમાં તમે ધારો એટલું સારૂ કમાઈ શકો છો. જો તમારૂં કામ સારૂ હશે, કેમરો કિમંતી હોય તો તમે એક ફોટોશૂટના 10,000થી લઇને સુધી 50,000 સુધી કમાઇ શકો છો. આ ફિલ્ડમાં કમાણીનો આધાર તમારા કમેરા વર્ક પર વધુ રહેલો છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના:

નાના પાયાના બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે.

આ યોજના અંતર્ગત તમામ સરકારી અને ખાનગી બેંકોમાંથી 25 હજારથી 1 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે.

નોન-કોર્પોરેટ અને નોન ફર્મ/માઇક્રો એન્ટરપ્રાઇસને 10 લાખ રૂપિયા સુધીની લોન મળે છે.

લોન ભરપાઇ કરવા માટેની મુદત પાંચ વર્ષ સુધીની છે.
વ્યાજના દરની રેન્જ : 10 %થી 18% છે.

અંદાજિત કમાણી કેટલી કરી શકાય?

જો પહેલી વખત જ ફ્રિલાન્સ ફોટોગ્રાફર તરીકે કામ કરતા હો તો શરૂઆતના એક મહિનાની સમયમાં જો એકથી બે ઇવેન્ટ  મળે તો 20થી 25 હજારની કમાણી આરામથી કરી શકો છો. જો કે મેરેજની સિઝનમાં જો તમારી વર્કની કેપેબિલિટી અને કામ સારૂ હોય તો સિઝનમાં 2થી 5 લાખ સુધી પણ કમાય શકો છો.

ટિપ્સ:

  • સોશિયલ મીડિયા દ્રારા કામનો પરિચય આપીને આપના કામનું માર્કેટિંગ કરી શકો છો.
  • આપની ફોટોગ્રોફીની  સ્કિલને વધુને વધુ સારી બનાવીને આ ફિલ્ડમાં સફળતા મેળવી શકો છો

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: