જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્કના કરાવ્યું હોય તો 30, સપ્ટેમ્બર, 2019 સુધીમાં કરાવી લેજો નહિ તો તમારી પણ કાર્ડ થઇ શકે છે કેન્સલ.

આજે કોઈ પણ કામ માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી થઇ ગયા છે. પાન કાર્ડ અને આધાર કાર્ડ વગર કોઈ પણ કામ થઇ શકતું નથી. જો આ ડોક્યુમેન્ટ ખોવાઈ જાય તો ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવાં માટે હવે બહુ ઓછા દિવસ છે. જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્કના કરાવ્યું હોય તો કરાવી લેજો નહિ તો તમારી પણ કાર્ડ થઇ શકે છે કેન્સલ.

પણ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ છે 30 સપ્ટેમ્બર. જો તમે હજુ સુધી ના કરાવ્યું તો નીચે આપેલા સ્ટેપથી પણ કરી શકો છો તમે લિંક.

સૌથી પહેલા પાન કાર્ડને આધાર કાર્ડથી લિંક કરાવવા માટે આવકવેરાની ઇ-ફાઇલિંગ વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જવાનું રહેશે.

ત્યારબાદ તેની ડાબી બાજુએ આપેલા Link Aadhaar પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નવું પેજ ઓપન થશે. આ પેજ ખોલ્યા બાદ તમારો પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર ભરો.ત્યરબાદ તમારે કેપ્ચા ભરવો પડશે. ત્યારબાદ Link Aadhaar પર ક્લિકે કરો. Link Aadhaar પર ક્લિક કર્યા બાદ તમારા પાન કાર્ડને આધાર કાર્ડ લિંક કરવા માટે UIDAIને એક અરજી મોકલવામાં આવી છે.

પરંતુ એક મહત્વની બાબત છે કે. પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરતા પહેલા ખાતરી કરી લેવાની કે બન્નેમાં એક સમાન માહિતી છે. કારણકે ઇન્કમટેક્સ વિભાગ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે બન્ને માહિતી તપાસે છે.

SMS દ્વારા પણ પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે 567678 અથવા 56161 પર મેસેજ કરીને પણ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: